• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

જમ્મુ-કાશ્મીરમાં આજે પ્રથમ દોરનું મતદાન

કલમ 370 હટયા બાદ પહેલી ચૂંટણી માટે સુરક્ષા સજ્જ : આજે 24 બેઠક પર મતદાન

જમ્મુ, તા.17: જમ્મુ કાશ્મીર ખાતે પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરના યોજાશે. જમ્મુ વિસ્તારના ડોડા, કિશ્તવાડ અને રામવનના ત્રણ જિલ્લાઓમાં ચિનાબ ખીણની આઠ બેઠકો સાથે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપીયા, અને કુલગામ જિલ્લાઓની 16 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 370 કલમ હટયા બાદની આ પ્રથમ ચૂંટણી છે. પહેલાં દોરમાં 23 લાખથી વધુ મતદારો 219 ઉમેદવારનું ભાવી ઘડાશે. મતદાનને લઈને સજ્જડ સૂરક્ષાનો બંદોબસ્ત કરાયો છે.

આ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ પ્રચારના અંતિમ દિવસ સુધી જોરશોરથી પ્રચાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રકી અમિત શાહે કિશ્નવાડ અને રામવન જિલ્લાઓમાં 5ણ રેલીઓને સંબોધન કર્યું હતું. કોંગ્રેસે તેમનો ચૂંટણી ઘોષણાપત્ર ‘હાથ બદલેગા હાલાત’ જાહેર કર્યું છે.

કેંગ્રેસ પોતાના ઘોષણાપત્રમાં કુદરતી આપતિની પરિસ્થિતિમાં 100 ટકા પાક વિમા સહિત ઘણી કલ્યાણકારી ઉપાયના દાવા કર્યા હતા.

ચૂંટણી વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કુલ23.27 લાખ મતદારો મતદાન કરવા માટે યોગ્ય છે. અને તેઓ 219 ઉમેદવારોના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કેંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલા સહિત અન્ય નેતાઓ એક મહિના સુધી પક્ષના પ્રચાર કર્યા હતા.

કુલ 3,276 મતદાન કેન્દ્રોમાંથી 2,974 કેન્દ્ર ગ્રામીણ વિસ્તારોમાં અને 302 શહેરી વિસ્તારોમાં થશે. પ્રથમ તબક્કાના મતદાન માટે 14000થી વધુ મતદાન કર્મચારીઓને ફરજ માટે મોકલાશે. પ્રથમ તબક્કા માટે ભાજપના સ્ટાર પ્રચારકોએ મુખ્યરૂપથી જમ્મુ ક્ષેત્રના મતદાન વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પોતાના પ્રચાર દરમ્યાન કાશ્મીરની ખીણ અને જમ્મુ વચ્ચે સંતુલન બનાવવાના પ્રયાસ કર્યા હતા. પ્રથમ તબક્કામાં 35000થી વધુ કાશ્મીરી પંડિતો પણ મતદાન માટેની પાત્રતા ધરાવે છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક