નવી દિલ્હી, તા.ર9 : એર ઇન્ડિયાની
દિલ્હીથી ન્યૂયોર્ક જતી ફલાઇટનાં ભોજનમાં વંદો નીકળતાં એક મહિલા અને તેનાં બે વર્ષનાં
બાળકની તબિયત લથડતાં પીડિતાએ સરકાર અને ડીજીસીએને કાર્યવાહી કરવા માગ કરી છે.
એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફલાઇટમાં
ભોજન પીરસવામાં આવ્યા બાદ અડધું ભોજન પૂરું કર્યા બાદ મહિલા યાત્રીને ભોજનમાં એક વંદો
હોવાનું દેખાતાં તેમને ફૂડ પોઇઝનિંગ થયું હતું. દિલ્હીથી ન્યૂયોર્ક જઈ રહેલાં એર ઇન્ડિયાના
વિમાન એઆઈ 101માં પીરસવામાં આવેલી આમલેટમાં વાંદો નીકળ્યાની મહિલા યાત્રીએ સોશિયલ મીડિયા
પોસ્ટથી ફરિયાદ કરી છે. બાદમાં એર ઇન્ડિયાએ બનાવ અંગે ચિંતા વ્યક્ત કરી તપાસનું આશ્વાસન
આપ્યું હતું. વંદો બાળકનાં ફૂડમાંથી નીકળ્યો હતો અને ધ્યાન પડયું ત્યાં સુધીમાં અડધું
ભોજન તે આરોગી ચૂક્યો હતો. એર ઇન્ડિયાના પ્રવક્તાએ ખેદ વ્યક્ત કરી કહયું કે આ મામલો
ભોજન સપ્લાયર એજન્સી સાથે ઉઠાવાયો છે અને ભવિષ્યમાં આવું ન બને તે માટે કાર્યવાહી કરાઈ
છે.