-
જળવાયુ પરિવર્તન : 8 રાજ્યમાં
60 ટકા ઓછો વરસાદ, 13મા ખૂબ ઓછો
નવી
દિલ્હી, તા.રર : જળવાયુ પરિવર્તનની અસરને પગલે દેશના 8 રાજ્યમાં 60 ટકા ઓછો વરસાદ થયો
છે અને 13 રાજ્યમાં ખેડૂતો પાણીની ભારે તંગીનો સામનો કરી રહયાનું એક રિપોર્ટમાં સામે
આવ્યું છે.
જાન્યુઆરી
માસમાં મોટાભાગનાં રાજ્યમાં ખેડૂતો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. જળવાયુ પરિવર્તનની અસરને
કારણે દેશમાં 1થી ર0 જાન્યુઆરી સુધીમાં વરસાદમાં 60 ટકા સુધી ઘટાડો નોંધાયો છે. 8 રાજ્ય
એવા છે જ્યાં આ સમય દરમિયાન પાણીનું એક ટીપુંય વરસ્યું નથી.
હવામાન
વિભાગ અનુસાર જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા,
યુપી, ઝારખંડમાં આંશિક વરસાદ થયો છે. યુપીમાં સામાન્યથી 69 ટકા, ઉત્તરાખંડમાં 79 ટકા
ઓછો વરસાદ થયો છે. હરિયાણામાં સામાન્યથી 19 ટકા અને ચંડીગઢમાં સામાન્યથી 10 ટકા વધુ
વરસાદ થયો છે. દિલ્હીમાં આ સમય દરમિયાન સામાન્યની તુલનાએ રર ટકા, પંજાબમાં 17 ટકા ઓછો
વરસાદ થયો છે. હિમાચલમાં સામાન્યથી 7ર ટકા, જમ્મુ-કાશ્મીરમાં 81 ટકા અને લદ્દાખમાં
99 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આવી જ હાલત રહી તો ખેડૂતો માટે રવી પાક બચાવવો મુશ્કેલ
બનશે તેવો રિપોર્ટમાં દાવો કરાયો છે.