વોશિંગ્ટન, તા.ર3 : અમેરિકામાં
લોસ એન્જેલિસના જંગલમાં ફરી એકવાર આગ ભભૂકી છે જે શહેર તરફ આગળ વધતાં પ0 હજારથી વધુ
લોકોને ઘર ખાલી કરીને નીકળી જવા આદેશ અપાયો છે.
લોસ એન્જેલિસના ઉત્તરમાં પહાડો
ઉપર ભભૂકેલી આગ ઝડપથી ફેલાઈ રહી છે. જેથી બુધવારે પ્રશાસને પ0 હજાર લોકોને સલામત સ્થળે
નિકળી જવા આદેશ જાહેર કર્યો હતો. ઝડપી પવન ફુંકાઈ રહ્યો હોવાથી આગને કાબૂ કરવી મુશ્કેલ
બની છે અને તે શહેર તરફ પ્રસરી છે. 39 વર્ગ કિમી વિસ્તારમાં રહેલા વૃક્ષો અને સુકૂ
ઘાંસ સળગી ગયું છે. કાઉન્ટી શેરિફ રોબર્ટ લૂનાએ જણાવ્યું કે 31000થી વધુ લોકોને પોતાના
ઘર ખાલી કરી દેવા સૂચના અપાઈ છે અને અન્ય ર3000 લોકો માટે આવી ચેતવણી જારી કરાઈ છે.
ફાયર ફાઈટરો આગ બૂઝાવવા ઝઝૂમી રહ્યા છે પરંતુ તેને કાબૂ કરવી મુશ્કેલ લાગે છે.