ગડકરીનો ડ્રીમ પ્રોજેક્ટ મુલત્વી
નવી
દિલ્હી, તા.ર : કેન્દ્ર સરકારની સેટેલાઇટ દ્વારા ટોલ ટેક્સ વસૂલવાની બહુપ્રતિક્ષિત
યોજના ટલ્લે ચઢી છે. મંત્રી નીતિન ગડકરીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હાલ પૂરતો મુલત્વી રાખવામાં
આવ્યો છે. વાહનોમાં ટ્રાકિંગ ડિવાઇસ લગાવવાને કારણે જાસૂસી અને જાહેર ગોપનીયતા સાથે
ચેડા થવાની સંભાવના અંગે ચિંતાઓને કારણે આ પગલું લેવામાં આવ્યું હતું. સરકારે અગાઉ
સ્પષ્ટતા કરી હતી કે 1 મેથી સેટેલાઇટ ટોલ વસૂલાત અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિક ગોપનીયતાને
ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. આ ટેકનોલોજી હેઠળ દરેક વાહનમાં ઓન-બોર્ડ યુનિટ
(ઓબીયૂ) ટ્રાકિંગ ડિવાઇસ ફીટ કરવું
જરૂરી
હતું.