-
કપ્તાન બદલાયા પણ કિસ્મત
નહીં : ગણિત અનુસાર 10 લાખમાં આવું લગભગ એકવાર બને
રાયપુર,
તા.3 : ભારતીય કપ્તાનનો ટોસ હારવાનો ક્રમ રાયપુરમાં પણ ચાલુ રહ્યો હતો. કપ્તાન બદલાયા
પણ નસીબ બદલાયું નહીં, સિક્કો ભારતના પક્ષમાં પડતો જ નથી. ભારતે સતત 20માં વન ડે મેચમાં
ટોસ ગુમાવ્યો છે. આ સિલસિલો 2023 વન ડે વર્લ્ડ કપ ફાઇનલ મેચથી શરૂ થયો છે. જે અમદાવાદમાં
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે રમાયો હતો. દ. આફ્રિકાના કપ્તાન તેંબા બાવૂમાના
ટોસ જીતવાથી ભારતીય કપ્તાન કે એલ રાહુલ પોતાના અને ટીમના ભાગ્ય પર હસી પડયો હતો. કેએલ
રાહુલે સ્વીકાર્યું કે અમે ઘણા સમયથી ટોસ જીત્યા નથી. સમજ નથી આવતું કે ટોસ જીતવા શું
કરવું ? ગણિત અનુસાર 20 મેચમાં સતત ટોસ હારવાની
સંભાવાના ઘણી ઓછી હોય છે. 10 લાખમાં ફક્ત એકવાર આવું થતું હોય છે. એટલે કે આ સંભાવના
0.0000009પ ટકા બરાબર છે. જો કે ટોસ હારવાથી ટીમ ઇન્ડિયાને નુકસાન થયું નથી. પાછલા
19 મેચમાં ટોસ ગુમાવવા છતાં 12 મેચમાં જીત નોંધાવી છે. આથી સફળતાની આ ટકાવારી 63 ટકા
છે.