મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
નવી
દિલ્હી, તા.2: હૈદરાબાદથી કુવૈત જઈ રહેલી ઈન્ડીગો ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો
ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો હતો, જેના પગલે વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં
આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા વિમાનને એરપોર્ટના આઈસોલેશન
બે (ઈંતજ્ઞહફાશિંજ્ઞક્ષ ઇફુ)માં મોકલી દીધું છે અને તેની સઘન તપાસ શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત
માહિતી અનુસાર મંગળવારે સવારે ઈન્ડીગોની ફ્લાઈટે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ
એરપોર્ટ પરથી કુવૈત માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટ ટેકઓફ થયાના થોડા સમય બાદ હૈદરાબાદ એરપોર્ટને
એક ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વિમાનમાં બોમ્બ છે.