• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

દેશમાં ચોમાસાની વિદાય નજીક : 9 ટકા ખાધ

ગુજરાત, એમપી, રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી, તા.16 : ભારતમાં ચોમાસાની વિદાયનો સમય નજીક છે અને અત્યાર સુધીમાં સામાન્યથી 9 ટકા ઓછો વરસાદ વરસ્યો છે. કેટલાંક રાજ્યોમાં ચોમાસાના છેલ્લા તબક્કામાં ભારે વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશમાં એક મહિનાનું પાણી છેલ્લા 1પ દિવસમાં વરસી ગયું છે. રાજ્યમાં 1પ સપ્ટેમ્બર સુધીમાં પ.6 ઇંચ વરસાદ થયો છે.

ઓગસ્ટમાં દેશમાં વરસાદ સામાન્યથી 10.13 ટકા હતો જે સપ્ટેમ્બરમાં ઘટીને 9.13 ટકા થયો છે. હવામાન વિભાગે ત્રણ રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં ર4 કલાકમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઉત્તરાખંડ, યુપી, એમપી, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.