• સોમવાર, 09 નવેમ્બર, 2026

રૂસે યુક્રેનમાં વીજમથકો નષ્ટ કર્યાં

ક્ષ          રાજધાની કીવ સહિત અનેક ભાગોમાં અંધારપટ

કીવ, તા. 8 : રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી છે. તેણે વીજમથકો વીજલાઇનો સહિત દરેક પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રકચર પર ભીષણ હુમલો કર્યો છે. તેના લીધે રાજધાની કીવમાં અંધારપટ છવાયો છે, લોકોને પાણી વગર ટળવળવું પડે તેવી સ્થિતિ આવી છે. આ હુમલામાં નવને ઇજા થઈ છે.

રશિયાએ અગાઉ કરેલા ભયંકર હુમલામાં મૃત્યુ આંક 55 પર પહોંચ્યો છે. આ હકીકત બતાવે છે કે, આ હુમલો કેટલો ભયાનક હતો. રશિયાએ યુક્રેનના કોમ્સીયાહુવખા ગામમાં કરેલા હુમલામાં સ્કૂલ અને તેની નજીકના શેલ્ટર ભોગ બન્યા હતા.

ગામના રહેવાસી મિકોલા ક્રેસનોવે જણાવ્યું હતું કે, તેઓ હજી પણ તેમની પત્નીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બચાવકર્મીઓએ તેમને તેના અંગે કશું જણાવ્યું નથી. તે અહીં માનવીય સહાય મેળવવા આવી હતી અને ત્યાં જ ત્રણ ટનનો બોમ્બ પડયો હતો. તે ક્યાં છે, એમ તે પૂછે છે. તે ઘરે પરત ફરી નથી. 

તેઓને ત્યાં તેમનો મૃતદેહ મળ્યો નથી. તેનો મૃતદેહ મોર્ગમાં પણ નથી અને તે જીવતી પણ નથી. કામિશુવાખા ગામ ઝાપોરિઝજિયા પ્રાંતમાં આવેલું છે. તેના પછી રશિયાએ કીવ પર કરેલા વધુ એક મિસાઇલ હુમલામાં કુલ નવને ઇજા થઈ છે.

યુક્રેને કરેલા વળતા પ્રહારમાં રશિયાના બેલગોરોડ પ્રાંતમાં એકનું મોત થયું છે. યુક્રેનનું ડ્રોન ગ્રેવોરો ટાઉનના એક મકાન પર ત્રાટકતાં આ મોત થયું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમના લશ્કરી દળોએ 411 યુક્રેનિયન ડ્રોન તોડી પાડયા છે. 

આ ડ્રોન રશિયાના કુલ 10 પ્રાંત પર છોડવામાં આવ્યા હતા. તેમાં બેલગોરોડનો પણ સમાવેશ થાય છે. રશિયન મીડિયાએ જણાવ્યું હતું કે, સારાતોવ ઓઇલ રિફાઇનરી પર હુમલો થયો છે અને તેમાંથી નીકળતા ધુમાડાની ઇમેજ શેર કરી હતી.

રશિયાના ઓરીઓલ પ્રાંતમાં ગવર્નરે જણાવ્યું હતું કે, યુક્રેનના હુમલાના લીધે કોમર્શિયલ વેરહાઉસ અને પ્રોડકશન સાઇટને નુકસાન પહોંચ્યું છે. હવે યુક્રેન અને રશિયા આ હુમલા વચ્ચે અમેરિકા સાથે મળીને ત્રિપક્ષીય બેઠક યોજવા જઈ રહ્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક