• સોમવાર, 09 નવેમ્બર, 2026

ફૂલસર નજીક રૂ.3.44 લાખના ઇલેક્ટ્રિક સાધનોની ચોરી

33 ઊંટ ટ્રાન્સમિશન લાઇનમાંથી 2800 વાર એલ્યુમિનિયમ તાર અને 35 ઇન્સ્યુલેટર ચોરાયા; તળાજા પંથકમાં સીમ-વાડી અને અવાવરું સ્થળો તસ્કરોના નિશાન પર

તળાજા, તા.8 : તળાજા પંથકમાં દિવાળીના તહેવારો વચ્ચે તસ્કરોએ હાથફેરો શરૂ કર્યો હોય તેમ સીમ-વાડી અને અવાવરું સ્થળોએ ચોરીની ઘટનાઓ વધી રહી છે. ફુલસર નજીક આવેલી ખાનગી ઊર્જા કંપનીની 33 ઊંટ ટ્રાન્સમિશન લાઇનમાંથી લાખોની કિંમતના ઇલેક્ટ્રિક સાધનોની ચોરીનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે ભાવનગરના ટોપ-3 સર્કલ પાસે રહેતા અને સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રહલાદાસિંહ મહિપતાસિંહ ગોહિલ (ઉં.વ.43)એ તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા.2ના રોજ ઊંઙઈંઋ એનર્જી પ્રા.િલ.ની ટ્રાન્સમિશન લાઇનમાંથી 2800 વાર એલ્યુમિનિયમ તાર (કિંમત રૂ.3.25 લાખ) અને 35 ઇન્સ્યુલેટર (કિંમત રૂ.19,950) મળી કુલ રૂ.3,44,950ની ચીજવસ્તુઓ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ખેડૂતોની સીમ-વાડીઓમાં ઇલેક્ટ્રિક સાધનો અને ફુવારાની ચોરીઓ પણ ચિંતાનો વિષય બની છે.

તળાજા ચોકડી પાસે ટ્રકની બેટરી ચોરવાનો પ્રયાસ

તળાજાની મહુવા ચોકડી પાસે રાત્રે ટ્રકની બેટરી કાઢવાનો પ્રયાસ કરતો એક શખસ સ્થાનિક લોકોના હાથે ઝડપાયો હતો. દીનદયાળ નગરમાં રહેતો આ શખસ રાત્રે 11 વાગ્યા બાદ અંધારાનો લાભ લઈ ટ્રકની બેટરી કાઢી રહ્યો હતો. નશાની હાલતમાં ઝડપાયેલા શખસને લોકોએ પકડી પૂછપરછ કર્યા બાદ છોડી દીધો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક