• રવિવાર, 08 નવેમ્બર, 2026

અયોધ્યામાં મસ્જિદ તૂટતાં જોઈને રડી પડયાં સોનિયા ગાંધી

નવી દિલ્હી, તા. 7 : કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનાં પુસ્તકમાં ઉત્તર ભારતમાં થયેલા બદલાવો અને 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદનાં વિધ્વંસને યાદ કરવામાં આવ્યો છે. સોનિયા ગાંધી અનુસાર ટીવી ઉપર બાબરી મસ્જિદને તૂટતાં જોઈને પોતે રડી પડયાં હતાં. વધુમાં આ સ્થિતિને જોતા જ સમજાયું હતું કે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને તેમના સહયોગીઓએ જે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કર્યો હતો, તેને બચાવવા માટે એક લાંબી લડાઈ લડવી પડશે. સોનિયા ગાંધીનાં આ નિવેદન ઉપર ભાજપ દ્વારા પલટવાર કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ હિન્દુ વિરોધી હોવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે સવાલ કર્યો હતો કે 1990માં કાશ્મીરમાં જે બન્યું તેનાં ઉપર સોનિયા ગાંધીને રડવું કેમ ન આવ્યું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી ટૂંક સમયમાં પોતાનાં પુસ્તક મારફતે લોકો સાથે જોડાવા જઈ રહ્યા છે. આ પહેલા સોનિયા ગાંધીએ એક ઇન્ટરવ્યૂ મારફતે દેશના પૂર્વ મુખ્યમંત્રી ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીને લઈને અમુક ખુલાસા કર્યા હતા. કટોકટીના સમયે બન્નેની ભૂમિકા અંગે વાત કરતા સોનિયાએ કહ્યું હતું કે લોકો કટોકટી માટે સંજય ગાંધીને દોષિત ઠેરવે છે પણ આ વાત પૂરી રીતે સાચી નથી.

ઇન્ટરવ્યૂમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી ઉપર તેમના અમુક વરિષ્ઠ સાથીઓનું વધારે દબાણ હતું. સાથે એઁમ પણ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીને પોતાના અમુક નિર્ણયો ઉપર પસ્તાવો હતો. સોનિયા ગાંધીએ કટોકટીને યાદ કરતા કહ્યું હતું કે સ્થિતિ માટે માત્ર સંજય ગાંધી જવાબદાર નહોતા. તેમ છતાં જનતા સંજય ગાંધીને કટોકટી સાથે જોડે છે. હકીકતમાં ઇન્દિરા ગાંધી ઉપર અન્ય લોકોનું પણ દબાણ હતું.

ઇ-પેપરના નવા શુલ્ક