• રવિવાર, 08 નવેમ્બર, 2026

બંગલાદેશમાં રવીન્દ્રનાથ ટાગોરનું અપમાન

ઢાકા, તા. 7 : બંગલાદેશના ખુલનામાં નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની એક તસવીર ઉપર કાળી સાહી લગાડવામાં આવી હતી. તેની સાથે અમુક પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યા હતા. જેમાં દેશના સાંસ્કૃતિક વારસામાં ટાગોરને જગ્યા મળવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની સ્થાનિક અધિકારીઓ અને સાંસ્કૃતિક કાર્યકર્તાઓએ આલોચના કરી છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ખુલના રેલવે સ્ટેશનની બહારની દીવાલે બનેલાં ચિત્રમાં કળા, સાહિત્ય અને સાંસ્કૃતિક ઈતિહાસના ઘણા જાણિતા ચહેરાઓની તસવીર હતી. જો કે રવીન્દ્રનાથ ટાગોર સિવાય કોઈ અન્ય તસવીર સાથે ચેડાં કરવામાં આવ્યા નહોતા. જે તસવીરો સાથે ચેડા ન થયા તેમાં લોક ગાયક લાલન શાહ, ચિત્રકાર એસએમ સુલ્તાન, કવિ કાજી નજરૂલ ઈસ્લામ, પૂર્વ પીએમ ખાલિદા જીયા, પૂર્વ રાષ્ટ્રપતિ જીયાઉર રહમાન અને લેખન મચાઈકલ મધુસુદન દત્ત સામેલ હતા.

શુક્રવારે સવારે સ્થાનિક લોકોની નજરમાં ટાગોરનાં ચિત્ર સાથે થયેલી હરકત આવી હતી. પેન્ટિંગ પાસે બે પોસ્ટર પણ લગાડવામાં આવ્યા હતા. જેમાં એકમાં ટાગોર અને ભારત સાથેના સંબંધને નિશાન બનાવવામાં આવ્યો હતો. સંદેશમાં બંગલાદેશમાં ટાગોરને સન્માન ઉપર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ તેઓને મુસલમાન તેમજ બંગાળના વિરોધી ગણાવાયા હતા. સાથે ભારતના કથિત મહિમામંડનનો વિરોધ થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક