પ્રેશરની
પરિસ્થિતિમાં યોગ્ય પ્રદર્શન અને અનુભવમાંથી શીખવું એ જ સૌથી મોટો મુદ્દો
વાલિંગ્ટન, તા.7 : ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડેમાં
ડકવર્થ-લુઇસ નિયમથી 4 રને મેળવેલા વિજય બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટીમનાં પ્રદર્શન
અને યુવા બોલર્સની ક્ષમતા અંગે ખૂલીને વાત કરી છે. ગિલે સ્વીકાર્યું કે કીવી ટીમને
134 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ટાર્ગેટ સરળ જણાતો હતો પરંતુ સતત પડતી વિકેટોને કારણે મેચ
અત્યંત મુશ્કેલ બની
ગયો
હતો.
મેચ
બાદ પ્રેઝન્ટેશનમાં ગિલે જણાવ્યું કે, આ મેચ બિલકુલ આસાન નહોતી છતાં જીત માટે અમને
પૂરો વિશ્વાસ હતો. બોલર્સે તેમને 130-140ની અંદર રોકીને શાનદાર કામ કર્યું. એક તબક્કે
લાગ્યું કે લક્ષ્ય સહેલાઈથી વટાવી શકાશે પરંતુ અમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી. અંતે
જીત નોંધાવી તેનો સંતોષ છે. 4 વિકેટ ઝડપનાર યુવા ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારના ખાસ વખાણ
કરતાં કેપ્ટને કહ્યું કે, ગુરનૂર પાસે ગતિ અને વધારાનો ઉછાળ છે. તે જેમ જેમ વધુ મેચો
રમશે તેમ તેની લાઇન-લેન્થમાં વધુ સાતત્ય આવશે. જો તે આ જ શૈલી જાળવી રાખશે તો ટીમ માટે
એક્સ-ફેક્ટર સાબિત થશે. આપણા તમામ બોલર્સ ક્વોલિટી ધરાવે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં
બધું જ દબાણને નિયંત્રિત કરવા પર નિર્ભર કરે છે. પ્રેશર પરિસ્થિતિમાં સચોટ પ્રદર્શન
કરવું અને અનુભવમાંથી શીખવું એ જ સૌથી મોટો મુદ્દો છે.