પોરબંદર,
તા.7 : વ્યાજખોરીના ગંભીર ગુનામાં છેલ્લા 15 મહિનાથી ન્યાયિક કસ્ટડીમાં રહેલાં હીરલબા
ભુરાભાઈ જાડેજાની જામીન અરજી એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરતાં તેમનો જેલવાસ વધુ
લંબાયો છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાં ધીરધાર કરનારાઓ બાબતના અધિનિયમ સહિતની
લાગુ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે તપાસ પૂર્ણ કરી જરૂરી પુરાવાઓ સાથે કોર્ટમાં
ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીએ ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી કરતાં તે નામંજૂર થઈ હતી.
ત્યારબાદ સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ દ્વારા જરૂરી મુદ્દાઓ
સાથે સોગંદનામું રજૂ કરાયું હતું. બંને પક્ષની રજૂઆતો અને પોલીસની દલીલો ધ્યાનમાં લઈ
કોર્ટે હીરલબા જાડેજાની જામીન અરજી ફગાવી દીધી હતી.