ઓફર લેટર નકલી નીકળ્યા: ઇમિગ્રેશન એજન્સીની છેતરપિંડી
નવી દિલ્હી, તા. 8: કેનેડામાં ભારતીય છાત્રો ઉપર વર્તમાન સમયે ડિપોર્ટેશનની ગાજ પડી છે. એજ્યુકેશન વિઝા ઉપર કેનેડા પહોંચેલા 700 ભારતીય છાત્રોનો ઓફર લેટર નકલી મળી આવ્યા છે. આ મામલો એવા સમયે સામે આવ્યો હતો જ્યારે છાત્રોએ કેનેડામાં સ્થાયી નિવાસ માટે અરજી કરી હતી. 700 ભારતીય છાત્રોના ઓફર લેટર મુદ્દે કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડોનું નિવેદન પણ સામે આવ્યું છે. ટ્રુડોએ છાત્રોને આશ્વાસન આપ્યું છે કે, સરકાર દરેક મુદ્દાનું મૂલ્યાંકન કરશે. સરકારનું ધ્યાન દોષિતોને ઓળખીને તેને સજા આપવાનું છે. છાત્રોને સજા આપવા ઉપર નથી.
ટ્રુડોએ કહ્યું હતું કે, છેતરપિંડીનો સામનો કરી રહેલા છાત્રો પાસે પ્રદર્શન કરવા અને પોતાના પક્ષમાં પુરાવા રજૂ કરવાની તક છે. કેનેડામાં આંતરરાષ્ટ્રીય છાત્રોનું મોટું યોગદાન છે.