• મંગળવાર, 23 એપ્રિલ, 2024

હવે પન્નુના કેસમાં અમેરિકાની ચંચુપાત

લક્ષ્મણ રેખા પાર થવી જોઈએ નહીં : પન્નુની હત્યાની સાજિશ મુદ્દે અમેરિકી રાજદૂત 

હત્યાની સાજિશની તપાસ સાથે ભારતીય સુરક્ષા હિત જોડાયેલું છે : જયશંકર

નવી દિલ્હી, તા. 1 : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુની હત્યાની સાજિશને લઈને ભારત અને અમેરિકા વચ્ચે તણાવ ઘટવાનું નામ લઈ રહ્યો નથી. ભારતીય અધિકારીની કથિત રીતે સાજિશમાં સંલિપ્તતાના આરોપો ઉપર  અમેરિકી રાજદૂતે કહ્યું છે કે બન્ને દેશ આ મામલે મળીને કામ કરી રહ્યા છે. જો કે કોઈપણ દેશના કોઈ સરકારી કર્મચારી બીજા દેશના નાગરીકની હત્યાની સાજિશમાં સામેલ થઈ શકે નહી. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે. આ એક એવી લાલ રેખા છે જેને પાર કરવી જોઈએ નહીં. બીજી તરફ ભારતીય વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે, ખાલિસ્તાની પન્નુની હત્યાની સાજિશની તપાસ સાથે ભારતીય સુરક્ષા હિત પણ જોડાયેલા છે.

ચાર મહિના બાદ અમેરિકાની ન્યૂયોર્ક પોલીસે એક ચાર્જશીટ સાર્વજનિક કરી હતી. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે પન્નુની હત્યાની સાજિશ રચવામાં આવી હતી અને તેમાં ભારતીય અધિકારીની સંડોવણી હતી. અમેરિકી પોલીસે ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે ભારતીય અધિકારીના કહેવાથી નિખિલ નામના શખસે કોન્ટ્રાક્ટ કિલરનો સંપર્ક કર્યો હતો અને પન્નુની હત્યાનું કામ સોંપ્યું હતું. જો કે જે કિલરને ફોન કર્યો હતો કે અમેરિકી પોલીસનો મુખબીર હતો. જેનાં કારણે સમગ્ર વાત અમેરિકી પોલીસ સુધી પહોંચી ગઈ હતી. પન્નુની હત્યા માટે 83 લાખ રૂપિયાની ડીલનો પણ દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાના આરોપો ઉપર ભારતે તાકીદે પ્રતિક્રિયા આપી હતી અને તપાસ કમિટીનો આદેશ આપ્યો હતો.

હવે આ મામલે ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીનું નિવેદન સામે આવ્યું છે. એરિકે કહ્યું છે કે, પન્નુની હત્યાની સાજિશ મામલે બન્ને દે મળીને કામ કરી રહ્યા છે. અમેરિકી ધરતીમાં ભારત સામે ખાલિસ્તાની વિરોધ અને પન્નુ દ્વારા સતત ધમકીઓના સવાલ ઉપર ગાર્સેટીએ કહ્યું હતું કે, અમેરિકી પ્રણાલી સારી અને ખરાબ સ્થિતિમાં ફ્રીડમ ઓફ સ્પીચની રક્ષા કરે છે. અમેરિકી નાગરીકને અમેરિકી કાયદા હેઠળ જ દોષિત ઠેરવી શકાય છે. જો કે આવા મામલે ક્યારેય રેડ લાઇન ક્રોસ કરવી જોઈએ નહીં.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક