• શનિવાર, 04 મે, 2024

કોટક મહિન્દ્રા બેંક ઉપર RBIની મોટી કાર્યવાહી

નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવાથી લઈને મોબાઈલ બેન્કિંગ સુધી પ્રતિબંધ

નવી દિલ્હી, તા. 24 : ભારતીય રિઝર્વ બેંકે કોટ મહિન્દ્રા બેંક ઉપર મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈએ બેંકને પોતાના ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ માધ્યમથી નવા ગ્રાહકો જોડતી રોકી દીધી છે. આ સાથે નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે. આરબીઆઈએ આઈટી રિસ્ક મેનેજમેન્ટ, ઈન્ફોર્મેશન સિક્યોરિટી ઓપરેશનમાં કમીને લઈને આ કાર્યવાહી કરી છે.

આરબીઆઈના કહેવા પ્રમાણે કોટક બેંક પોતાના ગ્રોથની સાથે આઈટી સિસ્ટમ વધુ સારી બનાવવામાં નિષ્ફળ રહી છે. આ કાર્યવાહી વર્ષ 2022 અને 2023 માટે રિઝર્વ બેંકની આઈટી તપાસમાં બહાર આવેલી ચિંતાઓ બાદ કરવામાં આવી છે. આ ચિંતાઓ ઉપર સમય રહેતા કામગીરી કરવામાં આવી નથી. તેવામાં બેંક ઉપર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રની કો.ઓપરેટિવ બેન્ક પર RBIએ પ્રતિબંધ લાદ્યા

નવી દિલ્હી, તા.ર4 : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એ કોણાર્ક અર્બન કો ઓપરેટિવ ઉલ્લાસનગર મહારાષ્ટ્ર બેન્ક પર અનેક પ્રકારના પ્રતિબંધ લાદ્યા હતા જેથી તેની નાણાકીય હાલતમાં સુધાર લાવી શકાય. આરબીઆઇએ મંગળવારે મહારાષ્ટ્રના ઉલ્લાસનગર સ્થિત કો ઓપરેટિવ બેન્ક પર પગલાં લીધાં હતાં. આ બેન્કમાંથી નાણાં ઉપાડવા સહિત પ્રતિબંધ લાદ્યવામાં આવ્યા છે. બેન્ક ખાતેદાર પણ નાણાં ઉપાડી નહીં શકે. સાથે બેન્ક કોઈને લોન આપી નહીં શકે અને કોઈ પણ પ્રકારના કારોબારમાં પણ નાણાં લગાવી નહીં શકે.

ઇ-પેપરના નવા શુલ્ક