લંડન,
તા.9 : પાકિસ્તાનની મેજબાનીમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી-ર0રપનો સત્તાવાર કાર્યક્રમ
હજુ જાહેર થયો નથી. ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે કે કેમ ? તે પણ હજુ સ્પષ્ટ
નથી પરંતુ તેનો કાર્યક્રમ લીક થયો છે.
બ્રિટનના
અખબાર ધ ટેલીગ્રાફે અહેવાલ આપ્યો છે કે, આગામી ચેમ્પિયન્સ ટ્રોફીનો 19 ફેબ્રુઆરીમાં
કરાંચીથી આરંભ થશે અને ભારત અને પાકિસ્તાન બન્ને ટીમ એક જ ગ્રુપમાં રહેશે. ઓપનિંગ મુકાબલો પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે
થશે. અખબારના દાવા મુજબ 8 ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે જેમાં બે ગ્રુપમાં
4-4 ટીમ હશે.
ભારત,
પાકિસ્તાન, ન્યુઝિલેન્ડ અને બાંગ્લાદેશ એક જ ગ્રુપ-એમાં રહેશે. બીજા ગ્રુપ-બીમાં અફઘાનિસ્તાન,
ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ રહેશે. ભારત પોતાના તમામ મુકાબલા લાહોરમાં
રમશે.