• શનિવાર, 12 જુલાઈ, 2025

ત્રીજા ટેસ્ટની ઇંગ્લેન્ડની ટીમમાં ઝડપી બોલર ગસ એટકિંસન સામેલ

લંડન, તા.7: ભારત સામેના બીજા ટેસ્ટની 336 રનની કારમી હાર બાદ ઇંગ્લેન્ડની ત્રીજા ટેસ્ટની ટીમમાં વધુ એક ઝડપી બોલરનો ઉમેરો કરવામાં આવ્યો છે. તા. 10મીથી લોર્ડસ પર શરૂ થઇ રહેલા બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ટીમમાં ઝડપી બોલર ગસ એટકિંસનનો સમાવેશ થયો છે. ત્રીજા ટેસ્ટની ઇંગ્લેન્ડની ઇલેવનમાં જોફ્રા આર્ચરની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. એટકિંસનને પણ મોકો મળી શકે છે.

ઇંગ્લેન્ડ ટીમ: બેન સ્ટોકસ (કેપ્ટન), બેન ડકેટ, જેક ક્રાઉલી, ઓલિ પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર) ક્રિસ વોકસ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશિર, જોફ્રા આર્ચર, જેકેબ બેથેલ, સેમ કૂક અને ગસ એટકિંસન.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025