• શનિવાર, 12 જુલાઈ, 2025

ગિલ પાસે કોહલી-દ્રવિડથી આગળ થવાની સોનેરી તક

નવી દિલ્હી, તા.8: શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમની શુભ શરૂઆત થઇ ચૂકી છે. એજબેસ્ટન ટેસ્ટ જીતીને ટીમ ઇન્ડિયા શ્રેણી 1-1થી બરાબર કરી ચૂક્યું છે. ભારતીય ટીમની નજર હવે લોર્ડસ ટેસ્ટ પર છે. ટીમનો કપ્તાન શુભમન ગિલ ચાર ઇનિંગમાં પ8પ રન કરી અદભૂત દેખાવ કરી રહ્યો છે. લોર્ડસ ટેસ્ટ દરમિયાન ગિલ પાસે મહાન બેટધર રાહુલ દ્રવિડ અને સ્ટાર વિરાટ કોહલીથી આગળ થવાની સોનેરી તક છે.

રાહુલ દ્રવિડે 2002ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં 6 ઇનિંગમાં 100.33ની સરેરાશથી કુલ 602 રન કર્યાં હતા. આ દરમિયાન દ્રવિડે ત્રણ સદી અને એક અર્ધસદી કરી હતી. ગિલ હવે આ રેકોર્ડથી 18 રન જ દૂર છે. ગિલ પાસે સ્ટાર વિરાટ કોહલીથી પણ આગળ થવાનો મોકો છે. કોહલીએ 2018માં 10 ઇનિંગમાં પ9.30ની સરેરાશથી પ93 રન કર્યાં હતા. જેમાં બે સદી અને ત્રણ અર્ધસદી હતી. ગિલ બે ટેસ્ટમાં પ8પ રન કરી ચૂક્યો છે. આથી તે કોહલના રેકોર્ડથી માત્ર 9 રન પાછળ છે.  આ સૂચિમાં હાલ ગિલ ત્રીજા સ્થાને છે. સુનિલ ગાવસ્કરે ઇંગ્લેન્ડમાં 1979માં 10 ઇનિંગમાં 1 સદી અને 4 અર્ધસદીથી પ42 રન કર્યાં હતા જ્યારે પાંચમા નંબર પર ફરી દ્રવિડનું નામ છે. તેણે 2011માં 8 ઇનિંગમાં 461 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025