જીવંત પીચ પર મુકાબલો રોમાંચક બનશે : ઇંગ્લેન્ડના કોચ મેક્કયૂલમની ધારણા
લંડન,
તા.8: એજબેસ્ટન ટેસ્ટની 336 રનની કારમી હાર બાદ ઇંગ્લેન્ડના હેડ કોચ બ્રેંડન મેક્યકયૂલમે
ગુરુવારથી શરૂ થતાં લોર્ડસ ટેસ્ટની પીચ ઝડપી અને ઉછાળવાળી હોય તેવી માંગ કરી છે. કોચ
મેક્કયૂલમ ત્રીજા ટેસ્ટ માટે જીવંત પીચ ઇચ્છી રહ્યો છે. લોર્ડસ ટેસ્ટની ઇંગ્લેન્ડ ઇલેવનમાં
જોફ્રા આર્ચર અને ગસ એટકિન્સનની વાપસી થઇ શકે છે.
કોચ
મેક્કયૂલમનું માનવું છે કે એજબેસ્ટનની પીચ ભારતીય ઉપખંડ જેવી સપાટ હતી. હવે તે ત્રીજા
ટેસ્ટ માટે જીવંત પીચની ડિમાન્ડ કરી રહ્યો છે. આ ઉપરાંત ટીમમાં ફેરફાર પણ કરવાનો સંકેત
આપી ચૂકયો છે.
ગયા
મહિને લોર્ડસ પર ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ
મુકાબલો રમાયો હતો. જેમાં ઝડપી બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. પેટ કમિન્સ અને કાગિસો
રબાડાને સારી સીમ મૂવમેન્ટ મળી હતી. મેક્કયૂલમે આ પ્રકારની પીચની ડિમાન્ડ કરી છે. તેણે
કહ્યંy છે કે અમે કયૂરેટર કાર્લ મેકડરમોટ પાસે થોડી ગતિ ધરાવતી, બાઉન્સી અને સ્વિંગ
વાળી પીચ માગી છે. આથી અહીં એક રોમાંચક ટેસ્ટ બની રહેશે. આ સાથે તેણે એમ પણ કહ્યંy
કે આર્ચર ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે.
ઇંગ્લેન્ડ
ટીમમાં ગસ એટકિન્સનનો સમાવેશ કરાયો છે. તેનો લોર્ડસમાં શાનદાર રેકોર્ડ છે. તે અહીં
બે ટેસ્ટમાં 19 વિકેટ સાથે એક સદી ફટકારી ચૂકયો છે. મેક્કયૂલમે કહ્યંy તેના રમવા પર
નિર્ણય અંતિમ ક્ષણે લેવામાં આવશે. તે હેમસ્ટ્રીંગની સમસ્યાને શરૂઆતના બે ટેસ્ટનો હિસ્સો
બની શકયો ન હતો.
ગુરુવારથી
શરૂ થતાં ત્રીજા ટેસ્ટ પૂર્વે ઇંગ્લેન્ડ ટીમનો આજે અભ્યાસ સત્ર હતો. જે રદ કરવામાં
આવ્યો હતો. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓએ સારી એવી નેટ પ્રેક્ટિસ કરી હતી.