• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

હેરી બ્રુક ઇંગ્લેન્ડ ટીમનો પહેલીવાર કપ્તાન ઓસિ. સામે વન ડે શ્રેણીમાં સુકાન સંભાળશે બટલર ઇજાને લીધે પૂરી સીઝનની બહાર

લંડન તા.1પ: યુવા મીડલ ઓર્ડર બેટર હેરી બ્રુક પહેલીવાર ઇંગ્લેન્ડ ટીમનો કેપ્ટન બન્યો છે. આગામી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની પાંચ મેચની વન ડે શ્રેણીમાં બ્રુક ઇંગ્લેન્ડની ટીમનું સુકાન સંભાળશે. જયારે કાંડાની ઇજાને લીધે લીમીટેડ ઓવર્સ ટીમનો નિયમિત કપ્તાન અને વિકેટકીપર જોસ બટલર પૂરી સમર સીઝનની બહાર થયો છે. ટી-20 સ્પેશ્યાલીસ્ટ લિયામ લિવિંગસ્ટોનની ઇંગ્લેન્ડની વન ડે ટીમમાં વાપસી થઇ છે. હેરી બ્રુકે 2018ના અન્ડર-19 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની કપ્તાની કરી હતી. તે હવે પહેલીવાર સીનિયર ટીમની આગેવાની લેશે. ટેસ્ટ કપ્તાન બેન સ્ટોકસની ઇજા લીધે ઓલિ પોપ શ્રીલંકા સામેની શ્રેણીમાં કપ્તાન બન્યો હતો. જેમાં ઇંગ્લેન્ડનો 2-1થી વિજય થયો હતો. ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ તા. 19 સપ્ટેમ્બરથી થશે. હાલ બન્ને વચ્ચેની 3 મેચની ટી-20 શ્રેણી 1-1ની બરાબરી પર ચાલી રહી છે.

ઇંગ્લેન્ડ વન ડે ટીમ: હેરી બ્રુક (કેપ્ટન), જોફ્રા આર્ચર, જેકોબ બેથલ, બ્રાયડન કાર્સ, જોર્ડન કોકસ, બેન ડકેટ, વિલ જેક, લિયામ લિવિંગસ્ટોન, મેથ્યૂ પોટસ, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જેમી સ્મિથ (િવકેટકીપર), ઓલિ સ્ટોન, રોસી ટોપ્લે અને જોહન ટર્નર.

 

ઇ-પેપરના નવા શુલ્ક