બેટિંગ
કોચ અભિષેક
નાયરે
સ્પષ્ટતા કરી
મુંબઇ,
તા.30: નવોદિત ઝડપી બોલર હર્ષિત રાણાને ન્યુઝીલેન્ડ વિરુદ્ધના ત્રીજા અને અંતિમ ટેસ્ટની
ભારતીય ટીમમાં સામેલ કરાયાનું ગઇકાલે જાહેર થયું હતું. હવે આ મામલે બીસીસીઆઇએ રાતોરાત
યુ-ટર્ન લીધો છે અને સ્પષ્ટતા કરી છે કે ત્રીજા ટેસ્ટની ટીમમાં હર્ષિત રાણાનો સમાવેશ
કરાયો નથી અને અન્ય કોઇ ફેરફાર થયા નથી. વાનખેડે સ્ટેડિયમ પર આજે અભ્યાસ સત્ર દરમિયાન
ભારતીય ટીમના બેટિંગ કોચ અભિષેક નાયરે આ સ્પષ્ટતા કરી હતી. આથી દિલ્હીનો ઝડપી બોલર
હર્ષિત રાણા મુંબઇ ટેસ્ટમાં ડેબ્યૂ કરશે એ અટકળ પર હવે પૂર્ણવિરામ મુકાયું છે.
સહાયક
કોચ અભિષેક નાયરે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સ્કવોડમાં કોઇ ફેરફાર કરાયો નથી.
અમે ફકત આ મેચ પર ફોકસ કરી રહ્યા છીએ. ટીમ માટે દરેક દિવસ અને દરેક સપ્તાહ મહત્ત્વપૂર્ણ
છે. અમે નેરો માઈન્ડ એપ્રોચ રાખતા નથી.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે પહેલા ટેસ્ટની હાર પછી ભારતીય ટીમમાં અચાનક જ સ્પિનર વોશિંગ્ટન
સુંદરનો સમાવેશ થયો હતો. કોચ ગંભીરની આ ચાલ સફળ રહી હતી. સુંદરે મેચમાં 11 વિકેટ લીધી
હતી. જોકે ટીમ ઇન્ડિયાની હાર થઇ હતી. બીજા ટેસ્ટની હાર બાદ મંગળવારે એવું જાહેર થયું
કે ઝડપી બોલર હર્ષિત રાણાનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે અને તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ
અગાઉ મુંબઈ ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. હવે આજે આ વાત બીસીસીઆઇએ નકારી છે.