• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

હાર્દિક પંડયા જ મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન

મુંબઇ, તા.1: આઇપીએલ 202પ સીઝન અગાઉ રીટેન ખેલાડીઓના નામ સામે આવી ગયા છે. મુંબઇ ઇન્ડિયન્સે પૂર્વ કપ્તાન રોહિત શર્મા અને વર્તમાન કપ્તાન હાર્દિક પંડયાને રીટેન કર્યા છે. રીટેન ખેલાડીની સૂચિમાં સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે. જે ભારતની ટી-20 ટીમનો કેપ્ટન છે. આઇપીએલની પાછલી સીઝનમાં હાર્દિક પંડયાની કપ્તાનીમાં મુંબઇ ઇન્ડિન્સનો કંગાળ દેખાવ રહ્યો હતો અને પોઇન્ટ ટેબલ પર તળિયે રહી હતી. આથી સૂર્યકુમાર યાદવ મુંબઇનો નવો કપ્તાન બનશે તેવી અટકળો ચાલી રહી હતી, પણ મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેંચાઇઝીએ સ્પષ્ટ કર્યું છે કે આઇપીએલ 202પ સીઝનમાં પણ તેમની ટીમનું સુકાન હાર્દિક પંડયા જ સંભાળશે. એમઆઇએ બુમરાહને સૌથી વધુ 18 કરોડમાં રીટેન કર્યો છે. સૂર્યકુમારને 16.3પ, હાર્દિકને 16.3પ અને રોહિતને 16.30 કરોડમાં રીટેન કર્યાં છે. જ્યારે તિલક વર્માને 8 કરોડ ચૂકવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024