લખનઉ, તા. 31: આઇપીએલના બુધવારે રમાનાર મેચમાં લખનઉ સુપર જાયન્ટસ અને દિલ્હી કેપિટલ્સ આમને-સામને હશે. આ મેચમાં ફરી એકવાર જૂની ટીમ સામે સ્ટાર ખેલાડી રમતા જોવા મળશે. ઋષભ પંત લખનઉ ટીમનો કપ્તાન છે. જે આ મેચમાં તેની જૂની ટીમ દિલ્હીનો સામનો કરશે. બીજી તરફ કેએલ રાહુલ અગાઉ લખનઉનો કપ્તાન હતો. તે હવે દિલ્હી તરફથી રમતો જોવા મળશે અને લખનઉને હાર આપવા કોશિશ કરશે. આ મેચમાં એલએસજીના પાવર હિટર્સ પર અંકુશ મુકવાનો ડીસીના બોલર્સ સામે પડકાર રહેશે.
દિલ્હી
કેપિટલ્સનો કેપ્ટન અક્ષર પટેલ છે. જે ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરી ચૂક્યો છે.
તેના ઓલરાઉન્ડ દેખાવથી દિલ્હીની ટીમ મજબૂત બની છે. જયારે ટી-20 વિશ્વ કપમાં બેંચ પર
બેસી રહેનાર કુલદીપ યાદવ હવે તરોતજા બનીને આઇપીએલમાં તેની ચમક છોડવા તૈયાર છે. બે સપ્તાહ
અગાઉ લગ્ન કરનાર કુલદીપ દિલ્હીનો મુખ્ય સ્પિનર છે. તેની સામે પોતાની શ્રેષ્ઠતા સાબિત
કરવાનો પડકાર બની રહેશે. બીજો પડકાર નિકોલસ પૂરન પર અંકુશ મુકવાનો રહેશે. જે એલએસજીનો
બિગ પાવર હિટિર છે. લખનઉ માટે ફરી એકવાર મિચેલ
માર્શ અને એડન માર્કરમની જોડી મહત્ત્વની રહેશે. મોહમ્મદ શમીના દેખાવ પર પણ સહુની નજર
રહેશે. આ અનુભવી બોલર ભારતીય ટીમમાં વાપસી માટે લાંબા સમયથી કમર કસી રહ્યો છે. કપ્તાન
પંત માટે પણ આઇપીએલના દરેક મેચમાં કંઇ ને કંઇ સાબિત કરવાનું રહેશે.
લખનઉના
ઇકાના સ્ટેડિયમની પિચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. બીજી ઇનિંગમાં ઝાકળનો પ્રભાવ
રહે છે. આથી ટોસ જીતનાર ટીમ બોલિંગ પસંદ કરી શકે છે.