નવી
દિલ્હી તા.14: ફ્રાંસનો પૂર્વ ખેલાડી ફ્રેડરિક સોયેજ ભારતીય જૂનિયર હોકી ટીમનો હેડ
કોચ બન્યો છે. તેણે પીઆર શ્રીજેશની જગ્યા લીધી છે. શ્રીજેશનો કાર્યકાળ ગયા વર્ષે જૂનિયર
વર્લ્ડ કપ બાદ સમાપ્ત થયો હતો. શ્રીજેશના માર્ગદર્શનમાં ભારતીય યુવા હોકી ટીમે વિશ્વ
કપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. કોચ પદેથી હટાવી દેવામાં આવતા પીઆર શ્રીજેકે નિરાશા
વ્યકત કરી હતી. તેણે જણાવ્યું કે તેના કાર્યકાળ દરમિયાન પાંચ ટૂર્નામેન્ટમાં પાંચ મેડલ
જીતવા છતાં તેનો કરાર આગળ વધારવામાં આવ્યો નહીં. હોકી ઇન્ડિયાના વિદેશી કોચના નિર્ણયનો
શ્રીજેશે વિરોધ કર્યોં હતો. જૂનિયર હોકી ટીમના નવા કોચ ફ્રેડરિક સોયેજ પાસે 1પ વર્ષનો
કોચિંગનો અનુભવ છે. તેઓ 199પથી 2010 સુધી ફ્રાંસ તરફથી 196 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે.
જેમાં 19પ ગોલ છે. તેઓ યૂરોપની એકથી વધુ હોકી ટીમના કોચ રહી ચૂકયા છે.