મેલબોર્ન,
તા.13: મહિલા ટી-20 વિશ્વ કપની ઓસ્ટ્રેલિયા ટીમ જાહેર થઈ છે. ટીમની કપ્તાની ઓલરાઉન્ડર
સોફી મોલિનક્સ સંભાળશે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમમાં ડાબોડી ઝડપી બોલર લૂસી હેમિલ્ટનને
તક મળી છે. આ સામે ડાર્સી બ્રાઉન બહાર થઇ છે. ટીમમાં એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા,
એલિસ પેરી અને બેથ મૂની જેવી અનુભવી ખેલાડીઓ સામેલ છે. એલિસ પેરી 2009થી સતત ટી-20
વિશ્વ કપ ટીમનો હિસ્સો બની છે. મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ટીમ ગ્રુપ-વનમાં
છે. જેમાં તેની સાથે દ. આફ્રિકા, ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને નેધરલેન્ડની ટીમ છે.
ઓસ્ટ્રેલિયા તેનો પહેલો મેચ 13 જૂને માંચેસ્ટરમાં દ. આફ્રિકા સામે રમશે.
ઓસ્ટ્રેલિયા
મહિલા ટીમ: સોફી મોલિનક્સ (કેપ્ટન), નિકોલ કેરી, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, લૂસી હેમિલ્ટન,
ગ્રેસ હેરિસ, અલાના કિંગ, ફીબી લિંચફીલ્ડ, તાહલિયા મેકગ્રા, બેથ મૂની, એલિસ પેરી, મેગન
શૂટ, અનાબેલ સદરલેંડ, જોર્જિયા વોલ અને જોર્જિયા વેયરહમ.