મુખ્ય
ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંબંધિત સમિતિ મામલે સુપ્રીમના કેન્દ્રને આકરા સવાલ
નવી
દિલ્હી, તા. 14 : મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પ્રક્રિયા મુદ્દે
ગુરૂવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આકરા સવાલ કર્યા હતા. અદાલતે ટિપ્પણી કરી
હતી કે જો પસંદગી સમિતિમાં માત્ર સરકારનો જ પ્રભાવ રહેશે તો તેનાથી લોકતાંત્રિક સંસ્થાઓની
સ્વતંત્રતા ઉપર સવાલ ઉભા થઈ શકે છે. વધુમાં સ્વતંત્ર સભ્ય ન હોવાના કારણે એવી સ્થિતિ
બને છે કે કાર્યપાલિકાનું જ નિયંત્રણ છે.
જસ્ટિસ
દીપાંકર દત્તાની આગેવાનીની પીઠે સવાલ કર્યો હતો કે જ્યારે સીબીઆઈ ડાયરેક્ટરની નિયુક્તિ
સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશને સામેલ કરવામાં આવે છે તો ચૂંટણી પંચ જેવા લોકતંત્ર
માટે મહત્વના સંસ્થાનની નિયુક્તિ પ્રક્રિયામાં કોઈ સ્વતંત્ર સભ્ય કેમ નથી.