• ગુરુવાર, 14 મે, 2026

ગોંડલમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

પગ જમીનને અડતા હોવાથી મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો

ગોંડલ, તા.13: ગોંડલમાં ભગવતપરામાં રહેતા યુવાને ગળાફાંસો લગાવીને જિંદગી ટૂંકાવી હતી. જોકે પગ જમીનને અડતા હોવાથી ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રાજકોટ

ખસેડાયો હતો.

ભગવતપરા વડવાળી જગ્યાની પાછળ રહેતા ગૌરવ નથુરામભાઇ દુધરેજીયા (ઉં. 40)એ પોતાના ઘરે મોડી રાત્રે ઘરના દરવાજાના બારસાખમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવવાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. યુવાનના પગ જમીનને અડેલા જણાતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ જણાવ્યા મુજબ, ગૌરવભાઈ રાત્રે ખાટલો ઢાળીને ઘરની બહાર સૂતા હતા. તેમના નાના ભાઈ રાત્રે જાગી જતા ગૌરવભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. મૃતક ગોંડલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. કયા કારણોસર આ પગલું ભર્યું? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક