આર્જેન્ટિનાના 54મા ક્રમના ખેલાડી જુઆન મેનુએલે 5 સેટની લડત પછી હાર આપી
જોકોવિચ ત્રીજા રાઉન્ડમાં: મહિલા વિભાગમાં નંબર ટૂ
રાયબાકિના હારી
પેરિસ
તા.28: ફ્રેંચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં આજે મોટો ઉલટફેર થયો છે. ઇટાલીનો વિશ્વ નંબર
વન અને ખિતાબનો પ્રબળ દાવેદાર યાનિક સિનર બીજા રાઉન્ડમાં હારીને બહાર થયો છે. સિનર
સામે આર્જેન્ટિનાના પ4મા ક્રમના ખેલાડી જુઆન મેનુએલ સેરુંડોલોનો પાંચ સેટની રસાકસી
પછી 2-6, 2-6, 7-પ, 6-1 અને 6-1થી યાદગાર વિજય થયો હતો. તેણે પહેલા બે સેટ ગુમાવ્યા
પછી જોરદાર વાપસી કરી નંબર વન સિનરને હાર આપી હતી. આ સાથે જ સિનરનો સતત 30 મેચની જીતનો
ક્રમ પણ તૂટયો છે. ત્રણ વખતનો પૂર્વ ચેમ્પિયન નોવાક જોકોવિચનો બીજા રાઉન્ડમાં ફ્રાંસના
ખેલાડી વેલિટિન રોયર વિરૂધ્ધ 6-3, 6-2, 6-7 અને 6-3થી વિજય થયો હતો અને ફ્રેંચ ઓપનના
ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. જોકોવિચની નજર રેકોર્ડ 2પમા ગ્રાંડસ્લેમ ખિતાબ પર
છે.
બીજી
તરફ મહિલા વિભાગમાં મેજર અપસેટ થયો હતો. બીજા ક્રમની ખેલાડી એલિના રાયબાકિના પપમા નંબરની
ખેલાડી યૂલિયા સ્ટારોડુબસેવા સામે 3-6, 6-1 અને 7-6થી હારીને બહાર થઇ હતી. જયારે ચાર
વખતની પૂર્વ વિજેતા પોલેંડની ઇગા સ્વિયાતેક સારા બેજલેકે સામે 6-2 અને 6-3થી જીત મેળવી
ત્રીજા રાઉન્ડમાં પહોંચી હતી. જાપાની ખેલાડી નાઓમી ઓસાકાએ પણ ત્રીજા રાઉન્ડમાં આગેકૂચ
કરી છે. રૂસી ખેલાડી મીરા એન્ડ્રિવા પણ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી છે.