સિનર અંતિમ-8 રાઉન્ડમાં : જોકોવિચનો વધુ એક વિક્રમ, ફેડરરથી આગળ થયો
લંડન, તા.6 : ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનના મહિલા સિંગલ્સમાં મોટો ઉલટફેર થયો છે. નંબર વન બેલારૂસની ખેલાડી આર્યના સબાલેંકા સામે જાપાનની નાઓમી ઓસાકા રોમાંચક જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. જાપાનની નાઓમી ઓસાકાએ 1 કલાક 28 મિનિટની રમતમાં નંબર વન સબાલેંકા સામે 6-2 અને 7-6થી જીત મેળવી હતી. આ વર્ષે નાઓમી સબાલેંકા સામે ત્રણ મુકાબલા હારી હતી. બીજી તરફ સબાલેંકાનો 14 ગ્રાંડસ્લેમ કવાર્ટર ફાઇનલમાં પહોંચવાનો ક્રમ તૂટયો હતો.
જ્યારે સિનરે પાંચમીવાર વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેનો જાપાની ખેલાડી શિંટારો મોચિજુકી વિરુદ્ધ 6-3, 7-6 અને 6-3થી વિજય થયો હતો.
જોકોવિચનો ચોથા રાઉન્ડમાં રોમન સાફિયુલિન સામે વિજય થયો હતો. આ સાથે જ વિમ્બલ્ડનમાં મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ મેચ જીતનારો ખેલાડી બની ગયો હતો. તેણે મહાન રોઝર ફેડરરના 10પ મેચ જીતના રેકોર્ડને પાછળ રાખી દીધો હતો. જોકોવિચ સતત નવમીવાર અને કુલ 17મી વખત વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે.