• સોમવાર, 06 જુલાઈ, 2026

ગૌરી સાથે આમિરની ત્રીજી શાદી

બોલીવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા સ્ટાર આમિર ખાને ફરીથી પોતાનાં ચાહકોને સરપ્રાઇઝ આપી છે અને લાંબા સમયથી તેનાં ત્રીજા લગ્નની ચાલી રહેલી અટકળો ઉપર પૂર્ણવિરામ લગાવી દીધો છે. આમિરે આખરે પોતાની પ્રેમિકા ગૌરી સ્પ્રેટ સાથે શાદી કરી લીધી છે. મુંબઈમાં પાલી હિલ સ્થિત આમિરનાં ઘરે ખૂબ જ સાદગી અને ગોપનિયતા સાથે આ લગ્ન સંપન્ન થયા છે. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ બન્નેના લગ્નની નોંધણી કરાવવામાં આવી છે. આ પ્રસંગે આમિરના પરિવારના ખૂબ જ નજીકના સદસ્યો અને ગણ્યાંગાંઠયા મિત્રો જ આમંત્રિત હતા. ઉલ્લેખનીય છે કે, આમિરના આ ત્રીજા લગ્ન છે. સૌથી પહેલાં 1986માં રીના દત્તા સાથે પછી 2005માં કિરણ રાવ સાથે તેણે લગ્ન કરેલા અને બન્નેમાં તેના છૂટાછેડા થયા હતા. જો કે તે બન્ને સાથે આમિર ખાનને હાલમાં પણ સૌહાર્દપૂર્ણ સંબંધો હોવાનું કહેવાય છે. આમિરના ત્રીજા લગ્નની પહેલી તસવીરો સોશિયલ મીડિયામાં દાવાનળની માફક ફેલાઈ ગઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વેરાવળનાં સ્મશાનની ગેસ ભઠ્ઠી સપ્તાહથી બંધ : મૃતદેહનો મલાજો ન જળવાતા કચવાટ July 06, Mon, 2026