લંડન, તા.પ : વિમ્બલ્ડનમાં નોવાક જોકોવીચનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ થયો હતો. તેણે રૂસી ખેલાડી રોમન એસ. 7-6, 6-3, 3-6 અને 6-3થી હાર આપી હતી. મહિલા સિંગલ્સમાં બે ઉલટફેર થયા હતા. ગત વર્ષની ચેમ્પિયન ઇગા સ્વિયાતેક અને 2022ની વિજેતા ખેલાડી એલિના રાયબાકિના ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ છે. ફિલિપિન્સની 21 વર્ષીય એલેકઝાંડર એલાએ અપસેટ કરીને પોલેન્ડની ઇગા સ્વિયાતેકને 7-6 અને 6-2થી હાર આપી હતી. આ સાથે જ એલા કોઈ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પહોંચનારી ફિલિપિન્સની પહેલી ખેલાડી બની હતી. મહિલા સિંગલ્સના અન્ય એક મેચમાં વર્લ્ડ નંબર 2 એલિના રાયબાકિનાને બેલ્જિયમની 2પમાં ક્રમની ખેલાડી એલિસ મર્ટેન્સે 7-6 અને 6-1થી હાર આપી અપસેટ કર્યો હતો. એલિસ મર્ટેન્સ મૂળ ડબલ્સની ખેલાડી છે અને વિમ્બલ્ડનમાં ડબલ્સમાં બે ખિતાબ જીતી ચૂકી છે.