• સોમવાર, 06 જુલાઈ, 2026

મહિલા T-20 વિશ્વ કપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડના 4/150

લંડન તા.પ: મહિલા ટી-20 વિશ્વ કપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ઈંગ્લેન્ડ ટીમના 20 ઓવરમાં 4 વિકેટે 1પ0 રનનો સામાન્ય સ્કોર થયો હતો. આથી ઓસ્ટ્રેલિયા મહિલા ટીમને સાતમીવાર ટી-20 ચેમ્પિયન બનવા માટે 1પ1 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું.

ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન નેટ સિવર બ્રંટે એક છેડો સાચવી રાખીને પ3 દડામાં પ ચોક્કાથી પ8 રનની લડાયક-અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય એલ્સી કેપ્સીએ 20 દડામાં 2 ચોક્કા-1 છક્કાથી ઝડપી 23 રન કર્યાં હતા. જયારે ફ્રેંયા કેમ્પ માત્ર 28 દડામાં 4 ચોક્કા-1 છક્કાથી 44 રને નોટઆઉટ રહી હતી. તેના અને બ્રંટ વચ્ચે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં પપ દડામાં 80 રનનો ઉમેરો થયો હતો. એમી જોન્સ 6, ડેનિયલ વેટ હોજ 8 અને હિથર નાઇટ 2 રને આઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ તરફથી સદરલેન્ડ, ગેરાથ, હેમિલ્ટન અને સોફીએ 1-1 વિકેટ લીધી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વેરાવળનાં સ્મશાનની ગેસ ભઠ્ઠી સપ્તાહથી બંધ : મૃતદેહનો મલાજો ન જળવાતા કચવાટ July 06, Mon, 2026