• રવિવાર, 12 જુલાઈ, 2026

નેપાળ પ્રવાસે જશે ભારતીય ટીમ ઃ બીસીસીઆઇનું એલાન

-િડસેમ્બરમાં યોજાશે ત્રણ મેચની ટી-20 શ્રેણી વૈભવ, રિંકુ સ્ક્વોડમાં સામેલ થવાની સંભાવના

નવી દિલ્હી, તા. 11 બીસીસીઆઇએ ઇન્ડિયા- ટીમના આગામી પ્રવાસને અંતિમ રૂપ આપ્યું છે. ટીમ આગામી ડિસેમ્બર મહિનામાં નેપાળનો પ્રવાસ કરશે. જ્યાં બન્ને ટીમ વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણી રમાશે. ઇન્ડિયા-એનો પ્રવાસ નેપાળ ક્રિકેટ માટે મહત્ત્વનો માનવામાં આવે છે. છેલ્લાં અમુક વર્ષથી બીસીસીઆઇ એસોસિયેટ દેશોને મજબૂત કરવા માટે ઘરેલુ અને ટીમના પ્રવાસનું આયોજન કરી રહ્યું છે.

હવે ઇન્ડિયા-એને નેપાળ મોકલવાનો નિર્ણય એક મોટું પગલું છે. ઇન્ડિયા- અને નેપાળ વચ્ચે પહેલો ટી20 મેચ 9 ડિસેમ્બરના રોજ રમાશે. ત્યારબાદ બીજો મેચ 11 ડિસેમ્બરે અને અંતિમ મેચ 13 ડિસેમ્બરના રોજ રમાશે. ત્રણેય મુકાબલા કીર્તિપુરના ત્રિભુવન યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. સ્કોટલેન્ડમાં આયોજિત આઇસીસીની વાર્ષિક બેઠક દરમિયાન ક્રિકેટ એસોસિયેશન ઓફ નેપાળના અધ્યક્ષ ચતુર બહાદુર ચંદ, સચિવ પાસર ખડકા અને બીસીસીઆઇ સચિવ દેવજીત સૈકિયા વચ્ચે વાતચીત બાદ શ્રેણીને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. નેપાળમાં ક્રિકેટની વધતી લોકપ્રિયતાને ધ્યાને રાખીને શ્રેણી દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં પહોંચે તેવી આશા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક