-શાહબાઝ શરીફના સલાહકારે કહ્યું, પાકે મિત્રતાની તક ગુમાવી
નવી
દિલ્હી, તા.11
ઃ પાકિસ્તાનના
વડાપ્રધાન શાહબાઝ
શરીફના વિશેષ
સલાહકાર રાણા
સનાઉલ્લાહ
ખાને ચોંકાવનારાં
પગલાંમાં ભારતના વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની
પ્રશંસા કરવાની
સાથે ભારત
સાથે સંબંધ
ખરાબ કરવા
માટે પાકિસ્તાની
નેતાઓને જ
જવાબદાર ગણાવ્યા
હતા. પાકિસ્તાની
ટીવી ચેનલ
પર એક
કાર્યક્રમ દરમ્યાન
રાણા સનાઉલ્લાહ ખાને જણાવ્યું
હતું કે
ભારત
સાથે મિત્રતાની
પાકિસ્તાન પાસે સારી તક
હતી પરંતુ
પીએમ મોદીના
અંધા વિરોધના
ચક્કરમાં પાકિસ્તાને
બધું ગુમાવી દીધું હતું.
આજે મોદી
આપણા ફોન
ઉઠાવતા નથી
તો તેના
જવાબદાર આપણે
જાતે છીએ.
પાકિસ્તાનના
સમા ટીવી
પર આયોજિત
એક કાર્યક્રમ
દરમ્યાન રાણાએ
2015માં પીએમ
મોદીની લાહોર
યાત્રાનો ઉલ્લેખ
કર્યો અને
જણાવ્યું કે
પાકિસ્તાન પાસે
બહુ મોટી
તક હતી.
એન્કરે જ્યારે
તેમને પૂછ્યું
કે શું
ઈસ્લામાબાદ આજે
ટ્રેક-ટુ
રાજનીતિ હેઠળ
નવી દિલ્હીથી
સંપર્ક કરી
રહ્યું છે
તો રાણાએ
જવાબમાં કહ્યું
હતું કે
પરદા પાછળની
કુટનીતિ કયારેય
બંધ થતી
નથી.