-270 રનના ચેઝ સામે એકલા હાથે હેલી મેથ્યુઝે કર્યા 159 રન
નવી દિલ્હી, તા. 11 ઃ વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમે બ્રેડી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાયેલા પહેલા વન ડેમાં આયર્લેન્ડને નવ વિકેટે હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝની આ મોટી જીતમાં કેપ્ટન હેલી મેથ્યુઝે બાટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. 270 રનના લક્ષ્યનો પીછો કરતા હેલીએ એકલા હાથે 159 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે વેસ્ટ ઇન્ડિઝે ત્રણ મેચની વન ડે શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે. વેસ્ટ ઇન્ડિઝે મેચમાં ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય કર્યો હતો. આયર્લેન્ડની મહિલા ટીમે પહેલાં બેટિંગ કરતા 49 વિકેટમાં તમામ વિકેટ ગુમાવીને 269 રન કર્યા હતા. 270 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિન્ડિઝની ટીમ માટે કેપ્ટન હેલી મેથ્યુઝ અને રીલિયાના ગ્રિમંડે શાનદાર શરૂઆત કરતા પહેલી વિકેટ માટે 258 રન જોડÎા હતા. મેથ્યુઝે 123 બોલમાં બે છગ્ગા અને 24 ચોગ્ગાની મદદથી 159 રન કર્યા હતા અને નોટઆઉટ રહી હતી.