• શનિવાર, 11 જુલાઈ, 2026

ટીમ ઇન્ડિયાના ખરાબ દેખાવ બાદ BCCI આકરાં પાણીએ

રિવ્યૂ મીટિંગ બોલાવી: કોચ ગંભીરની રણનીતિ અને શ્રેયસની નેતૃત્વ ક્ષમતા સવાલોના ઘેરામાં રહેશે

મુંબઇ, તા.10: બ્રિટન પ્રવાસમાં ટીમ ઇન્ડિયાના લચર પ્રદર્શન બાદ બીસીસીઆઇ આકરા પગલાં લેશે તેવા રિપોર્ટ છે. પહેલા આયરલેન્ડ સામે 0-2ની અને પછી ઈંગ્લેન્ડ સામેની કારમી હાર પછી બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર રિવ્યૂ મીટિંગ રાખી છે. ઇંગ્લેન્ડ સામેના ચોથા ટી-20 મેચમાં ભારતીય ટીમની 9 વિકેટે નિરાશાજનક હાર થઇ હતી. રિવ્યૂ મીટિંગમાં હેડ કોચ ગૌતમ ગંભીર પર સવાલોનો મારો થશે. જો કે તેમનું પદ હાલ જોખમમાં નથી કારણ કે તેમનો કરાર 2027 સુધી છે અને બીસીસીઆઇ વન ડે વર્લ્ડ કપ સુધી ગંભીરને કોચ પદે જાળવી રાખવા માગે છે. નવા કપ્તાન શ્રેયસ અય્યરની રણનીતિ અને નેતૃત્વ ક્ષમતા પર સવાલોના ઘેરામાં રહેશે.

રિવ્યૂ મીટિંગમાં તિલક વર્મા, ઇશાન કિશન, વરુણ ચક્રવર્તી સહિતના ખેલાડીના નબળા દેખાવ પર ચર્ચા થશે. 1પ વર્ષીય પ્રતિભાશાળી બેટધર વૈભવ સૂર્યવંશીના ભવિષ્ય પર મહત્ત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. રિવ્યૂ મીટિંગમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ ઉપસ્થિત રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક