• રવિવાર, 12 જુલાઈ, 2026

ભારત માટે વસતી નહીં, વ્હાલ જરૂરી ઃ મોદી

- ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન અમે ન્યુઝીલેન્ડ પાસેથી શીખીએ છીએ

 

ઓકલેન્ડ, તા. 11 ન્યુઝીલેન્ડ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારત માટે જેની સાથે સંબંધ બાધે છે, તે દેશની વસતી નહીં, વ્હાલ મહત્ત્વનું છે. ભારતીય સમુદાય તરફથી ભાવભર્યું સ્વાગત થયા બાદ મોદીએ કહ્યું હતું કે, હવે ન્યુઝીલેન્ડ ફરી આવતાં 40 વર્ષ નહીં લાગે. બન્ને દેશ રમતમાં શાનદારકોલેબ કરી શકે છે. મતલબ કે સાથે મળીને કામ કરી શકે છે. ભારત રૂબીમાં ન્યુઝીલેન્ડ પાસેથી શીખવા માગે છે. કોચ જોઇએ છે તેવું વડાપ્રધાને જણાવ્યું હતું. મોદી બોલ્યા હતા કે, ન્યુઝીલેન્ડ પાસેથી અમે ઘણું શીખી રહ્યા છીએ દેશ છે, જેણે સૌથી પહેલા મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો હતો. મોદીએ ન્યૂઝીલેન્ડની સુંદર માઓરી પરંપરાના પ્રતીક  ‘વાકાનો ઉલ્લેખ કર્યો હતો. માઓરી ભાષામાં વાકાનો અર્થ  ‘પરંપરાગત હોડી કે બોટ થાય છે, જેનો પ્રાચીન સમયમાં પ્રશાંત મહાસાગર ખેડીને ન્યૂઝીલેન્ડ સુધી પહોંચવા માટે ઉપયોગ થતો હતોપીએમ મોદીએ બોટને બંને દેશોની સહિયારી સફરનું પ્રતીક ગણાવતા કહ્યું કે   ‘વાકા હવે એક નવી યાત્રા પર નીકળવા તૈયાર છે. તેમણે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વિપક્ષ લેબર પાર્ટીના સભ્યોનો પણ આભાર માન્યો, જે દર્શાવે છે કે કીવી-ઇન્ડિયન સમુદાયના યોગદાનને અહીંના તમામ પક્ષો કેટલું મહત્ત્વ આપે છેવડાપ્રધાને ઓકલેન્ડથી લઈને વાલિંગ્ટન અને ક્રાઈસ્ટચર્ચથી ક્વીન્સટાઉન સુધી વસેલા ભારતીય સમુદાયના વખાણ કરતા એક રસપ્રદ વાત કહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક