• શનિવાર, 11 જુલાઈ, 2026

રામમંદિર દાનચોરી : ‘સીટ’ વડા જ આરોપી !

વીજતંત્રના અધિકારી તરીકે કાર્યકાળ દરમ્યાન છેતરપિંડીમાં   વિજય પંતનું નામ; સુપ્રીમ સોમવારે સુનાવણી કરશે

નવી દિલ્હી, તા. 10 : રામમંદિર ચડાવા ચોરી મામલામાં મોટો ધડાકો થયો છે. આ બહુચર્ચિત પ્રકરણની તપાસ કરી રહેલી ‘હાઈપ્રોફાઈલ’ ખાસ તપાસ ટીમ (સીટ)ના વડા વિજય વિશ્વાસ પંત ખુદ આરોપી હોવાનું સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

‘સીટ’નું નેતૃત્વ કરી રહેલા 2024 બેચના આઈએએસ અધિકારી વિજય વિશ્વાસ પંતનું નામ છેતરપિંડીના એક મામલામાં આરોપી તરીકે સામે આવ્યું છે.

ઉત્તરપ્રદેશના વીજળી વિતરણ વિભાગમાં અધિકારી તરીકે પંતના કાર્યકાળ દરમ્યાન 2013થી 2015 વચ્ચે થયેલી ઘટનાઓ સાથે આ મામલો જોડાયેલો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક