નવી દિલ્હી, તા. 10 : ભારતીય
ચૂંટણીપંચની મતદારયાદી સુધારણા કવાયતના અંતિમ આંકડા સામે આવ્યા બાદ દેશના રાજકીય જગતમાં
ભારે ખળભળાટ મચી ગયો છે.
દેશના ચાર રાજ્ય ઓરિસ્સા, મણિપુર,
મિઝોરમ અને સિક્કીમમાં અંતિમ મતદારયાદીમાં એકીઝાટકે 22 લાખથી વધુ મતદારોનાં નામ કપાઇ
ચૂક્યાં છે.
હટાવાયેલાં નામોમાં મોટી સંખ્યામાં
એવા મતદારો સામેલ છે, જે મૃત્યુ પામી ચૂક્યા છે કે, લાંબા સમયથી સ્થળાંતરિત છે અથવા
ક્યાંક બોગસ રીતે બેવડાં નામ નોંધાયેલાં છે. આ ઐતિહાસિક છટણી બાદ આ ચારેય રાજ્યોમાં
ચૂંટણીલક્ષી સમીકરણો પૂરી રીતે બદલવાની સંભાવના છે. એક જ ઝાટકામાં 22 લાખથી વધુ મતદારોનાં
નામ બાકાત થઇ જતાં તમામ પ્રમુખ રાજકીય પક્ષોના બૂથ સ્તરીય ગણિત અને ભાવિ ચૂંટણી રણનીતિમાં
મોટી ઊથલપાથલ મચી ગઇ છે.