• શનિવાર, 27 જુલાઈ, 2024

હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ હારનો ક્રમ તોડવા માગશે

રાજસ્થાન સામે આજે ટક્કર 

મુંબઈ, તા.31: હાર્દિક પંડયાની આગેવાનીમાં શરૂઆતના બે મેચમાં હાર સહન કરનાર મુંબઈ ઇન્ડિયન્સનો સોમવારના મેચમાં ફોર્મમાં ચાલી રહેલ ટીમ રાજસ્થાન રોયલ્સ સામે થશે ત્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સીઝનનો પહેલો મેચ રમી રહેલ મુંબઈ ઇન્ડિયન્સ ટીમ હારના ક્રમને ખતમ કરવા માગશે. બીજી તરફ સંજૂ સેમસનની આગેવાનમાં રાજસ્થાન રોયલ્સ ટીમનું લક્ષ્ય જીતની હેટ્રિકનું હશે. મુંબઈ ટીમ આઇપીએલની શરૂઆત ધીમી ગતિએ કરવા માટે જાણીતી છે. હાર્દિકના કપ્તાન બન્યા બાદ પણ તેમાં કોઈ બદલાવ આવ્યો નથી. મુંબઈ ઇન્ડિયન્સને પાંચ ખિતાબ જીતાડનાર રોહિત શર્માનાં સ્થાને હાર્દિક પંડયાને સુકાન સોંપવાનો નિર્ણય ચાહકોને પસંદ આવ્યો નથી. આથી હાર્દિકની મેચ દરમિયાન સતત હૂટિંગ થતી રહે છે.

મુંબઈનો પહેલા મેચમાં ગુજરાત સામે 6 રને પરાજય થયો હતો. આ પછી હાઇ સ્કોરિંગ મેચમાં ચોક્કા-છક્કાની આતશબાજી વચ્ચે મુંબઈ સામે હૈદરાબાદનો 32 રને વિજય થયો હતો. આ બે હારથી મુંબઈ પોઇન્ટ ટેબલ પર તળિયે 10મા ક્રમ પર છે. આવતીકાલના મેચમાં પણ મુંબઈને તેના આક્રમક બેટર સૂર્યકુમારની ખોટ પડશે. તે ઇજામાંથી સંપૂર્ણ બહાર આવ્યો નથી. બન્ને ટીમ વચ્ચેના પાછલા પાંચ મેચમાં મુંબઈનો હાથ ઉપર રહ્યો છે અને ચાર મેચમાં જીત મેળવી છે, પણ આ સીઝનમાં રાજસ્થાન ટીમ સારા ફોર્મ છે અને સંતુલિત છે.

પૂર્વ કપ્તાન રોહિત શર્મા મુંબઈ માટે વાનખેડે સ્ટેડિયમ પર મોટી ઇનિંગ રમવા માગશે. પંડયાની કપ્તાની હજુ પ્રભાવ છોડી શકી નથી. તે બુમરાહનો પણ યોગ્ય ઉપયોગ કરી શકયો નથી. વાનખેડે સ્ટેડિયમ પર વર્ષોથી રોહિત શર્માની બોલબાલા રહી છે. તે લોકલ પ્લેયર અને અહીંનો હીરો છે. આથી વાનખેડે સ્ટેડિયમ પર હાર્દિકે દર્શકોના હૂટિંગ માટે તૈયાર રહેવું પડશે. દબાણ વચ્ચે તેણે હરફનમૌલા દેખાવ કરવો પડશે અને મુંબઈને જીત અપાવવી પડશે. રાજસ્થાનના યશસ્વી જયસ્વાલનું પણ આ હોમ ગ્રાઉન્ડ છે. તે અહીં એક આતશી ઇનિંગ રમવાની ઇંતઝારમાં હશે. મુંબઈના બોલરોએ યશસ્વી, કપ્તાન સેમસન, બટલર અને રિયાન પરાગ પર અંકુશ મૂકવા કમર કસવી પડશે જ્યારે મુંબઈ તરફથી તિલક વર્મા અને ટિમ ડેવિડે હૈદરાબાદ સામે વિસ્ફોટક ઇનિંગ રમી મેચ રોચક બનાવ્યો હતો. એમઆઇના આ બે ખેલાડી આરઆર માટે ખતરો બની શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024