• મંગળવાર, 23 એપ્રિલ, 2024

રાજસ્થાન સામે મુંબઈ નતમસ્તક : 9 વિકેટે 125

બોલ્ટ અને ચહલની 3-3 વિકેટ: કપ્તાન હાર્દિકના 34 અને તિલકના 32

મુંબઇ તા.1: વાનખેડે સ્ટેડિયમ મુંબઇ ઇન્ડિયન્સનું ગઢ ગણાય છે. અહીં આ ટીમે ભલભલી ટીમને ધૂળ ચાટતી કરી છે, પણ આઇપીએલના આજના મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સ અહીં 20 ઓવરના અંતે 9 વિકેટે 12પ રનનો સામાન્ય સ્કોર કરી શકી હતી. રાજસ્થાનના પેસ એન્ડ સ્પિન એટેક સામે મુંબઇના ટોપ ઓર્ડરના તમામ બેટર્સ ઘૂંટણિયે પડી ગયા હતા. મુંબઇ તરફથી સૌથી વધુ 34 રન કપ્તાન હાર્દિક પંડયાએ કર્યાં હતા. તિલક વર્માએ 32 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી કિવિ ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે 4 દડામાં 3 વિકેટ લઇને મુંબઇના ટોચના ક્રમને છિન્નિભિન્ન કરી દીધું હતું. જયારે સ્પિનર યજુર્વેન્દ્ર ચહલે માત્ર 11 રનમાં 3 વિકેટ ઝડપીને મુંબઇના મીડલ ઓર્ડરની કેડ ભાંગી નાંખી હતી.

મુંબઇની શરૂઆત વિકેટોના પતન સાથે થઇ હતી. પહેલી ઓવરમાં જ સ્ટાર રોહિત શર્મા ગોલ્ડન ડક થયો હતો. તે બોલ્ટનો પહેલો શિકાર બન્યો હતો. બીજા દડે નમન ધીર આઉટ થયો હતો. આ પછી બોલ્ટે તેની નવી ઓવરના પહેલા દડે બ્રેવિસની વિકેટ લીધી હતી. આમ મુંબઇના ત્રણેય બેટર ઝીરોમાં પાછા ફર્યાં હતા. 14 રનમાં 3 વિકેટ પડયા બાદ ઇશાન કિશન 16 રને આઉટ થયો હતો. 20 રનમાં 4 વિકેટ પડયા બાદ તિલક-હાર્દિક વચ્ચે પાંચમી વિકેટમાં પ0 રનની ભાગીદારી થઇ હતી. કપ્તાન પંડયાએ 21 દડામાં 6 ચોકકાથી 34 રન અને તિલકે 29 દડામાં 2 છકકાથી 32 રન કર્યાં હતા. ટિમ ડેવિડે 17 રને 19મી ઓવરમાં આઉટ થયો હતો. બુમરાહ 8 અને મધવાલ 4 રને નોટઆઉટ રહ્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક