• શનિવાર, 04 મે, 2024

શિવમ દૂબેનો રેકોર્ડ ધોનીથી આગળ થયો

નવી દિલ્હી, તા.24 : ચેન્નાઇ સુપર કિંગ્સના પાવર હિટિર શિવમ દૂબે આઇપીએલની વર્તમાન સીઝનમાં જબરદસ્ત બેટિંગ કરી રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપની ટીમનો તે દાવેદાર ખેલાડી છે. ગઇકાલના મેચમાં તેણે લખનઉ સામે 7 છક્કાથી 66 રનની તાબડતોબ ઇનિંગ રમી હતી. જો કે આ મેચમાં તેની ટીમ ચેન્નાઇનો પરાજય થયો હતો. શિવમ દૂબેએ 66 રનની ઇનિંગ દરમિયાન ટીમના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીનો એક રેકોર્ડ તોડયો હતો. તેણે સીએકસે માટે 33 ઇનિંગમાં 1000 રન પૂરા કર્યાં છે અને આ મામલે ધોનીથી આગળ થયો છે. તેણે આ 1000 રન 161.08ની સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે. જયારે ધોનીએ 138.98ની સ્ટ્રાઇક રેટથી અને સુરેશ રૈનાએ 138.91ની સ્ટ્રાઈક રેટથી 1000 રન પૂરા કર્યાં હતા. શિવમ દૂબે 2022ના મેગા ઓક્શનમાં ચાર કરોડમાં ચેન્નાઇમાં સામેલ થયો હતો. આ પહેલા તે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પણ રમી ચૂક્યો છે. આરસીબી તરફથી તે 1પ મેચમાં 169 રન અને આરઆર તરફથી 9 મેચમાં 230 રન જ કરી શક્યો હતો. જ્યારથી  શિવમ દૂબે ધોનીની ટીમનો હિસ્સો બન્યો છે ત્યારથી તેના બેટમાંથી રન નીકળવા માંડયા છે. તેની કિસ્મત પલટી છે.

ઇ-પેપરના નવા શુલ્ક