જૂનાગઢ
મનપા અને 66 નગરપાલિકામાં ચૂંટણી, 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી
તથા
ખાલી પડેલી મહાનગરપાલિકાની 3 બેઠક, નગરપાલિકાની 21 બેઠક, જિલ્લા પંચાયતની
9 બેઠક
તથા તાલુકા પંચાયતોની 91 બેઠકની પેટા ચૂંટણીઓ ઊટખ દ્વારા યોજાશે
27મી
જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિધ્ધ કરાયા બાદ ઉમેદવારી પત્રો ભરી શકાશે : 18મીએ મત-ગણતરી,
આચારસંહિતા લાગુ
અમદાવાદ,
તા.21: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજય ચૂંટણી
પંચે જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી
હાથ ધરાશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. મનપા અને ન.પા.ની
સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી
યોજાશે જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી
છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે જૂનાગઢ મ્યુનિસિપલના
15 વોર્ડની 60 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો
માટેની સામાન્ય અને 2 નગરપાલિકાઓના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્રી ચૂંટણી,
કઠલાલ, કપડવંજ, ગાંધીનગર એમ 3 તાલુકા પંચાયતોની સામાન્ય તથા બોટાદ, વાંકાનેર એમ 2 નગરપાલિકાઓની
મધ્યસત્ર ચૂંટણી ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી મહાનગરપાલિકાઓની
3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની
91 બેઠકોની પેટા ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે. આ ચૂંટણીઓ ઈલેકટ્રોનિક વોટીંગ મશીન
(ઈવીએમ) દ્વારા જ યોજાશે. આમ, એકંદરે રાજ્યની 170 જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના
696 વોર્ડની 2178 બેઠકો માટે કુલ 4390 મતદાન મથકો ઉપર આ સામાન્ય, મધ્ય સત્ર અને પેટાચૂંટણીઓ
16મી ફેબ્રુઆરી, 2025ના રવિવારે સવારના 7 વાગ્યાથી
સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. 18મી ફેબ્રુઆરી, 2025ના રોજ મત-ગણતરી હાથ ધરાશે અને
21મી ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થશે. રાજ્ય ચૂંટણી પંચે ખેડા અને બનાસકાંઠા
એમ 2 જિલ્લા પંચાયતો ઉપરાંત 4796 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી નથી.
જ્યાં અત્યારે નવા સિમાંકન અને અનામત બેઠકોની પ્રક્રિયાનો સર્વે ચાલુ હોવાથી ત્યાં
વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થયા બાદ લગભગ એપ્રિલ કે મે માસ દરમ્યાન યોજાય એવી શક્યતા
છે.
ગત
જાન્યુઆરી-2018માં 75 નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ હતી અર્થાત અહીં જાન્યુઆરી-2023 સુધી
સામાન્ય ચૂંટણીઓ યોજવાની થતી હતી પરંતુ જે તે કારણોસર આ ચૂંટણીઓ સમયસર ન યોજાતા આ નગરપાલિકાઓમાં
સરકારે વહીવટદારોને શાસન માટે નિમ્યાં હતા. અર્થાત આ નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ
યોજવામાં લગભગ 2 વર્ષ જેટલો વિલંબ થયો છે. એવી જ રીતે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય
ચૂંટણી પણ ગત 23મી જુલાઈ-2019ના રોજ યોજાઈ હતી અને અહીં પણ જુલાઈ-2024 અગાઉ સામાન્ય
ચૂંટણીઓ યોજવાની થતી હતી પરંતુ આ મહાનગરપાલિકામાં પણ જે તે કારણોસર સામાન્ય ચૂંટણીઓ
યોજી શકાઈ ન હતી. જે હવે, 16મી ફેબ્રુઆરીએ યોજવાની જાહેરાત કરી છે.
સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીઓની જાહેરાતની સાથે જ અર્થાત 21મી, જાન્યુઆરી-2025ના
રોજથી જ આ ચૂંટણીગ્રસ્ત વિસ્તારોમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટેની ચૂંટણી આચાર
સંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. આ વિસ્તારોમાં કોઈપણ સરકારી, પાલિકા કે પંચાયતોના અધિકારીઓ-કર્મચારીઓની
બદલી નહીં કરી શકાય તે તેને ચૂંટણી અધિકારીની મંજૂરી વિના રજા પણ મળી નહીં શકે.
--------------
સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ
ઉમેદવારી
પત્રો ભરવાની છેલ્લી તારીખ : 1 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી
પત્રોની ચકાસણીની તારીખ : 3 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી
પરત ખેંચવાની છેલ્લી તારીખ : 4 ફેબ્રુઆરી 2025
મતદાનની
તારીખ : 16
ફેબ્રુઆરી 2025
મતદાનનો
સમય : સવારે
7 વાગ્યાથી
સાંજના 6 વાગ્યા સુધી
મતગણતરીની
તારીખ : 18 ફેબ્રુઆરી 2025
------------------
સ્થાનિક
સ્વરાજની ચૂંટણીની ઝલક
સંસ્થાઓ 170
વોર્ડ 636
બેઠકો 2178
મતદાન
મથકો 4390
સંવેદનશીલ
મથકો 1031
અતિ
સંવેદનશીલ મથકો 244
કુલ
ચૂંટણી સ્ટાફ 25,858
કુલ
પોલીસ સ્ટાફ 10,222
પુરુષ
મતદારો 19,84,730
સ્ત્રી
મતદારો 19,01,410
કુલ
મતદારો 38,86,285