- ગુરુએ ગુમાવ્યું ટાઈટલ : સોલાર સિસ્ટમમાં ચંદ્રોની રેસની અદ્ભુત શોધ
નવી
દિલ્હી, તા.1ર : જૂપિટર એટલે કે ગુરુ ગ્રહે મૂન કિંગનું ટાઈટલ ગુમાવ્યું છે. હવે પોતાની
સોલાર સિસ્ટમનો નવો મૂન કિંગ શનિ ગ્રહ છે. વૈજ્ઞાનિકોએ શનિ ગ્રહના ચક્કર લગાવતાં 1ર8
નવા ચંદ્રની શોધ કરી છે. આ રીતે સોલાર સિસ્ટમમાં ચંદ્રઓ વચ્ચે ચાલી રહેલી રેસમાં શનિ
ગ્રહને અજેય સરસાઈ મળી છે.
અત્યાર
સુધી મૂન કિંગનું ટાઈટલ ગુરુ પાસે હતું પરંતુ હવે શનિ પાસે કુલ ર74 ચંદ્ર થઈ ગયા છે.
જે અન્ય તમામ ગ્રહો પાસે હાજર ચંદ્રોની કુલ સંખ્યાથી લગભગ બમણી છે. વૈજ્ઞાનિકોની જે
ટીમે નવા ચંદ્રો શોધ્યા છે તેમણે આ પહેલા કેનેડા ફ્રાન્સ હવાઈ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને
શનિ ગ્રહના 6ર ચંદ્રની ઓળખ કરી હતી પરંતુ ટીમને શનિ પાસે વધુ ચંદ્ર મળવાના સંકેત મળ્યા
જેથી ર0ર3માં ફરી શોધ શરૂ કરવામાં આવી હતી.
તાઈવાનના
એકેડેમિયા સિનસિયામાં પોસ્ટડોકટરલ ફેલો-મુખ્ય સંશોધક ડો.એડવર્ડ એશ્ટને કહયું કે નિશ્ચિત
રુપે અમોને 1ર8 નવા ચંદ્ર મળ્યા છે, અમારા અનુમાનોને આધારે મને નથી લાગતું કે હવે ગુરુ
ક્યારેય ચંદ્રની રેસમાં આગળ નીકળી શકશે. પ ફેબ્રુઆરી ર0ર4ના કન્ફર્મ કરવામાં આવેલી
સંખ્યા અનુસાર ગુરુ પાસે અત્યારે 9પ ચંદ્ર છે, યૂરેનસ પાસે ર8 અને નેપ્ચૂન પાસે 16
છે. પૃથ્વીની વાત કરીએ તો તેની પાસે માત્ર એક ચંદ્ર છે. આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘે
આ શોધને સમર્થનઆપ્યું છે. જેની સાથે કામ કરી રહેલા ડો.એલેકઝેન્ડરસેને કહયું કે જે કોઈ
આ શોધ કરે છે તેને નવા ચંદ્રનું નામ રાખવાનો
અધિકાર મળે છે. સામાન્ય રીતે નોર્સ અને અન્ય પૌરાણિક કથાઓને આધારે નામકરણ કરવામાં આવે
છે.