ભારતે કહ્યું, માત્ર 2.66 ટકા નિકાસ ઉપર જ અસર પડશે : એફટીએ ઉપર કોઈ પ્રભાવ ન પડવાનો દાવો : ઈયુના કાયદા અનુસાર નિકાસ અમુક મર્યાદાથી વધતા જીએસપી માપદંડ હટાવવામાં આવ્યો
નવી
દિલ્હી, તા. 24 : ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવા જઈ રહ્યું
છે. જેના માટે યુરોપીયન પ્રતિનિધિ ભારત આવી ચૂક્યા છે. આ દરમિયાન યુરોપે એક મોટો નિર્ણય
લીધો છે. જેના હેઠળ જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી)ને સમાપ્ત કરવામાં આવ્યું
છે. જેનો અર્થ એવો થાય છે કે ભારતને મોટાભાગની નિકાસ ઉપર મળતી છૂટ ખતમ થઈ જશે અને હવે
વધારે ઇમ્પોર્ટ ડયૂટી આપવી પડશે. ચર્ચા છે કે યુરોપના નિર્ણયની 87 ટકા નિકાસ ઉપર અસર
થશે. જો કે વાણિજ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે આ છૂટ માત્ર 2.66 ટકા સુધી જ સીમિત છે.
જીએસપી
એક એવી સિસ્ટમ છે જેના હેઠળ કોઈપણ વિકાસશીલ દેશને યુરોપમાં સામાન વેચવા માટે ઇમ્પોર્ટ
ડયૂટીમાં છૂટ આપવામાં આવી છે. જો કે હવે યુરોપીય સંઘે 1 જાન્યુઆરી, 2026થી 31 ડિસેમ્બર,
2038 સુધી ભારત, ઈન્ડોનેશિયા અને કેન્યાને જીએસપીમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે. આશા
છે કે ભારત-યુરોપ વચ્ચે એફટીએનું એલાન ટૂંક
સમયમાં થવાનું છે. જેના પહેલા જીએસપી છૂટ રદ કરવાનું કારણ સામે આવ્યું છે. હકીકતમાં
ઇયુના ગ્રેજ્યુએશન રૂલ હેઠળ કોઈ
દેશની
નિકાસ મર્યાદા કરતા વધે તો તેના ટેક્સમાં છૂટ ખતમ કરવામાં આવશે. આ નિયમ હેઠળ ભારતના
87 ટકા પ્રોડક્ટ્સ ઉપરની છૂટ પરત લેવામાં આવી છે. માત્ર 13 ટકા ઉત્પાદન ઉપર જ છૂટ લાગુ
રહેશે.
છૂટ
સમાપ્ત થવાથી ખનિજ ઉત્પાદ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, લોખંડ અને સ્ટીલ, રબર, વત્ર, મોતી
અને કિંમતી ધાતુ, મોટર વાહન, મશીનરી વગેરે ઉપર અસર થશે. જો કે વાણિજ્ય મંત્રાલયનું
કહેવું છે કે નવો નિયમ યુરોપીય સંઘને ભારતની નિકાસના માત્ર 2.66 ટકાને પ્રભાવિત કરશે.
મંત્રાલયે કહ્યું હતું કે, 2023માં ભારતથી યુરોપીય સંઘના આયાતની કિંમત 65.2 બિલિયન
યુરો હતી. જેમાંથી માત્ર 12.9 બિલિયનનો વ્યાપાર જ યુરોપીય સંઘનાં માપદંડ જીએસપી હેઠળ
લાભને પાત્ર હતો કારણ કે ભારત પહેલા જ 12 પ્રમુખ કેટેગરીમાંથી બહાર થયું છે.