• શનિવાર, 04 મે, 2024

ચૂંટણી બોન્ડથી લેણદેણની SIT તપાસની માગ

-વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણની સુપ્રીમમાં અરજી

નવી દિલ્હી, તા.ર4 : હવે ઈલેક્ટોરલ (ચૂંટણી) બોન્ડથી રાજનીતિક દળો, કોર્પોરેટસ અને અધિકારીઓ વચ્ચે થયેલી કથિત લેણદેણની વિશેષ તપાસ સમિતિ (એસઆઈટી) દ્વારા તપાસ કરાવવાની માગ સાથે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે ઐતિહાસિક નિર્ણયમાં ગત 1પ ફેબ્રુઆરીએ ઈલેક્ટોરલ બોન્ડની સ્કિમને ગેરબંધારણિય જાહેર કરી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આદેશ આપ્યો હતો કે તે લેણદાર અને દેણદારની યાદી જાહેર  કરે. વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માગ કરી છે કે મામલામાં નકલી કંપની અને ખોટમાં ચાલી રહેલી કંપનીઓ તરફથી આપવામાં આવેલા દાન મામલે ફંડનો ત્રોત જાણવો જરૂરી છે. જે માટે એસઆઈટી ઘડવામાં આવે. અરજીમાં જણાવાયુ છે કે જે કંપનીઓએ ફાયદાના બદલામાં રાજકીય દળોને દાન આપ્યુ છે તે રાજકીય દળો પાસેથી વસૂલ કરવામાં આવે. ચૂંટણી બોન્ડ અંગે સુપ્રીમનો ચુકાદો લોકસભા ચૂંટણી પહેલા આવ્યો હતો.  હવે જ્યારે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે ચૂંટણી બોન્ડનો મામલો ફરી ઉઠાવાયો છે અને વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમમાં અરજી કરી ચૂંટણી બોન્ડથી થયેલી લેણદેણની એસઆઈટી તપાસ માગી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક