પ્રગતિશીલ અને શિક્ષિત ગણાતા યુરોપના વિવિઘ દેશમાં વિભિન્ન કારણે સરકારોની વિરુદ્ધ શરૂ થયેલા ધરણા- પ્રદર્શનો હવે અરાજકતા અને ઘર્ષણમાં પરિવર્તિત થવા લાગ્યા છે. સમસ્ત યુરોપ સંકટમાં છે, યુરોપમાં સંકટ છે. શરૂમાં તો ફ્રાન્સ સળગ્યું હતું પરંતુ તે અલ્બાનિયા, પોર્ટુગલ અને બૈલ્જિયમ સહિત ફેલાઈ ગઈ. રસ્તા ઉપર ઉતરીને સરકારોની વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓની સંખ્યા વધી રહી છે. શાસકની સામે વિરોધ કે અસંતોષ કોઈ નવી વાત નથી પરંતુ યુરોપમાં અસંતોષનું આ પ્રદર્શન હિંસા, લૂંટ અને આગજની જેવા બનાવમાં ફેરવાયું છે. ફ્રાન્સની સ્થિતિ સૌથી ગંભીર છે અને તે ભવિષ્યના ઘેરા સંકટના સંકેત આપી રહી છે.
ભારતમાં
જેન-ઝીના આંદોલનોના દૃશ્ય જોઈને ચિંતા કરનારા લોકો યુરોપની વિગતો જાણી કહી રહ્યા છે
કે સુખી-સંપન્ન ગણાતા, જ્યાં ખુશીનો આંક ભારત કરતાં અનેકગણો વધારે છે તેવા દેશોમાં
લોકો-યુવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. આના કરતાં તો
ભારતની
સ્થિતિ સારી છે કે લોકોએ આટલી હિંસક લડાઈ કરી નથી. સરકાર આંદોલનને આટલી હદે તીવ્ર બનતું
રોકવામાં સફળ રહી છે. સામે આપણા આંદોલનકર્તા સંગઠનો, યુવાનોએ પણ સૂત્રો બહુ પોકાર્યા
પરંતુ આટલી હિંસા કરી નથી, સરકારી મિલકતોને નુકસાન પહોંચાડયું નથી. યુરોપના આ દેશોની
હાલત તો એટલી ખરાબ છે કે પોલીસ કર્મચારીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે.
ફ્રાન્સમાં
ધરણા પ્રદર્શનની શરૂઆત શાળાની સુવિધાની ઉણપ અને શિક્ષકોના સંદર્ભે શરૂ થઈ હતી. પછી
મોંઘવારી, સામાજિક યોજનાઓમાં મૂકાતો કાપ જેવા મુદ્દા તેમાં ભળ્યા. અન્ય દેશોમાં પણ
સરકાર ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. મોંઘવારી
કે બેરોજગારી જેવા મુદ્દા ત્યાં પણ છે. રહેવાના મકાનની અછત પણ મહત્વનો મુદ્દો છે. આગામી
દિવસોમાં યુરોપના અન્ય દેશો પણ આ હુતાશનનો ભોગ ન બને તે ચિંતા છે. યુરોપમાં અત્યારે અપ્રવાસીઓ- ઈમિગ્રન્ટ ઉપર લેવાઈ રહેલાં પગલાંથી
રોષ છે. બહારથી ત્યાં જઈને અનધિકૃત રીતે વસેલા લોકોનો વિરોધ થઈ રહ્યો છે તેનો ભોગ અધિકૃત
રીતે ત્યાં વસતા લોકો પણ બની રહ્યા છે. જો કે આ રોષ તો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં
વસતા ઈમીગ્રન્ટ વિરુદ્ધ પણ દેખાય છે.
યુરોપની
સ્થિતિ નિયંત્રણમાં નથી આવી રહી તેમાં સરકારોની થોડી શિથિલતા છે સામે આવી હાલત અને
લોકોની નારાજગીનો ગેરલાભ લઈને હિંસા આચરનારા લોકો પણ છે. આના મૂળ ક્યાંક આતંકવાદી માનસિકતા
ધરાવતા સંગઠનો કે લોકો સુધી પણ લંબાતા હોય તો આશ્ચર્ય થાય તેમ નથી. એક રીતે જોઈએ તો
યુરોપની આ લડાઈ તેના એકલાની નથી. આવા હિંસક તત્વો સામે વિશ્વના દેશોએ એક થઈને લડવું
જોઈએ. વિશ્વના અન્ય દેશોમાં પણ ભવિષ્યમાં આવું નહીં થાય તેમ કહી ન શકાય.