વિરોધ
પક્ષો
આંદોલનથી
અરાજકતા
સુધી
પહોંચ્યા
છે
અને
દેશનું
શાસન
તંત્ર
બદલવાનો
પ્રચાર
કરે
છે,
તખતા
પલટવાના
સપના
જોઈ
રહ્યા
છે
અને
બતાવી
રહ્યા
છે
ત્યારે
નવી
દિલ્હીમાં
વડા
પ્રધાન
મોદી
અને
નાગપુરમાં
રાષ્ટ્રીય
સ્વયંસેવક
સંઘના
વડા
મોહન
ભાગવતે
વિરોધ
પક્ષોના
વ્યૂહ
અને
વિચારધારા
સામે
જાગૃત,
સાવધ
રહેવા
જનતાને
સંદેશ
આપ્યો
છે.
રામનવમી
ઉત્સવમાં
રામલીલા
મેદાનમાં
વડા
પ્રધાને
-
ભારતના
શત્રુઓને
ઓળખીને
પરાજિત
કરવાની
હાકલ
કરી
છે.
વડા
પ્રધાને
કોઈ
પક્ષનું
નામ
આપવાની
જરૂર
નથી,
પણ
વિરોધ
આંદોલન
કરી
રહેલા
અને
લોકોને
ભ્રમિત
કરવા
માટે
દુષ્પ્રચાર
કરતા
નેતાઓ
અને
એમના
શિરોમણિઓને
લોકો
સારી
રીતે
જાણે,
પહેચાને
છે.
ભારતના
માન-સન્માન
અને
પ્રતિષ્ઠાને
ઓછી
આંકતા,
બદનામી
કરતા
અને
આપણી
સંસ્કૃતિ
પ્રતિ
તિરસ્કાર
બતાવનારા
દેશના
દુશ્મનો
છે,
એમ
કહીને
એમણે
નકલી
સેક્યુલરવાદીઓ
અને
ડાબેરીઓ
સામે
આંગળી
ચીંધી
છે.
વિજયાલક્ષ્મી
વિજય-જીતનો
ઉત્સવ
છે
અને
આપણી
શક્તિ
જાગૃત
કરે
છે
-
દુશ્મન
ભલે
ગમે
તેટલો
શક્તિશાળી
હોય
-
આપણે
સત્યના
અને
માનવતાના
પક્ષે
હોઈએ
તો
આખરી
જીત
વિજય
આપણો
જ
હોય.
વિજયાલક્ષ્મીની
ભાવના
ભારતની
ફિલસૂફીની
માર્ગદર્શક
હંમેશાં
રહી
છે.
સમયોચિત
એક
સંસ્કૃત
શ્લોક
ટાંકીને
એમણે
આપણા
દેશની
એકત્વનું
મહત્ત્વ
સમજાવ્યું.
આપણા
વિચારો
-
વિચારધારાનું
ઐક્ય
હોવું
જોઈએ.
સમાજની
એકતા
અને
રાષ્ટ્રની
તમામ
સંસ્થાઓ,
તમામ
રાજકીય
પક્ષોએ
રાષ્ટ્રનાં
હિતમાં
એક
થઈને
સાથે
અડગ
ઊભા
રહેવું
ઘટે.
આપણે
દેશના
દુશ્મનોનો
સામનો
જુસ્સાથી
રાષ્ટ્ર
હિત
માટે
કરવાનો
છે.
જે
પરિબળો
આપણા
દેશની
પ્રતિષ્ઠા,
માન-સન્માન
ઉપર
પ્રહાર
કરતા
હોય,
સમાજમાં
ભાગલા-ભંગાણ
પાડતા
હોય
અને
રાષ્ટ્રની
સંસ્કૃતિ
પ્રતિ
તિરસ્કાર
ધરાવતા
અને
બતાવતા
હોય
તે
લોકો
દેશના
દુશ્મનો
છે.
ભારતમાતાના
દુશ્મનોને
ઓળખી,
પિછાણીને
પરાસ્ત
કરવાના
છે.
આ
માટે
આપણે
‘રાષ્ટ્ર-પ્રથમ’ની
પ્રતિજ્ઞા
કરવી
જોઈએ
અને
સૌપ્રથમ
દરેક
વ્યક્તિએ
આગળ
આવીને
સાથે
રહેવું
જોઈએ.
અયોધ્યાના
રામ
મંદિરમાં
પ્રાણપ્રતિષ્ઠા
ઉત્સવમાં
‘રામથી
રાષ્ટ્ર’
અને
‘દેવથી
દેશ’ની
જે
પ્રતિજ્ઞા
લીધી
છે
તેનું
પાલન
સફળ
થશે
જ
એવો
વિશ્વાસ
વડા
પ્રધાને
વ્યક્ત
કર્યો
છે.
જ્યારે
આપણે
આત્મસમ્માન
જાળવીએ
ત્યારે
જ
રાષ્ટ્રની
પ્રગતિ
થાય
છે.
આથી
જ
આપણે
દેશનો
સાંસ્કૃતિક
વારસો
જાળવી
રાખવા
પ્રતિબદ્ધ
છીએ.
નરેન્દ્ર
મોદીએ
શ્રીરામનું
ઉદાહરણ
આપતાં
કહ્યું
કે
કોઈ
મુશ્કેલી
-
પડકાર
આપણી
યાત્રા
રોકી
શકે
નહીં.
લંકા
દૂર
હોવા
છતાં
રામે
મક્કમતાથી,
લોકોની
શક્તિ
જાગૃત
કરી,
સૌને
સાથે
લીધા
અને
સમુદ્ર
પાર
કરીને
લંકા
પહોંચ્યા
હતા.
સફળતાનો
આ
મહામંત્ર
છે.
આપણી
શક્તિ
ઉપર
ભરોસો
રાખો
અને
પ્રાપ્ય
સંસાધનોનો
પૂરતો
ઉપયોગ
કરો.
આજે
પણ
આ
મહામંત્ર
વિકસિત
ભારતના
સર્જન
માટે
અનિવાર્ય
છે,
ઉપયોગી
છે.